અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા આજરોજ શહેરમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરમાં વિકસાવવામાં આવી રહેલા આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત કેન્યુગ સર્કલથી એસ.જી. હાઈવે તેમજ પકવાન ક્રોસ રોડથી ઇસ્કોન ક્રોસ રોડ સુધી ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

જાહેરાતAdvertisement

આ ઉપરાંત સાઉથ વેસ્ટ ઝોનમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે હાથ ધરવામાં આવી રહેલા વિવિધ તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની પણ સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વરસાદી પાણીના સંચય અને નિકાલ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

સાઇટ વિઝિટ દરમિયાન વિવિધ પ્રોજેક્ટોની વર્તમાન સ્થિતિ, આગામી કાર્યયોજના તથા સમયસર અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તમામ કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.