જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણાની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ચાઇલ્ડ લેબર એક્ટ અને બાળ મજૂરી નાબૂદી માટેના જનજાગૃતિ કાર્યક્રમો કરવા અને નિયત રેડ થકી બાળ મજૂરીમાં રોકાયેલા વાળ/તરુણ શ્રમિકોને મુક્ત કરવાની કામગીરી સતત ચાલુ રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
બેઠકમાં નાયબ શ્રમ આયુકત એચ.એસ.ગામીતે જણાવ્યું કે, ગત જૂન અને જુલાઈ માસમાં કરાયેલી કુલ ૯ રેડમાં ૦૪ બાળ અને ૧૧ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા હતા. જે પૈકી જૂન મહિના દરમિયાન વિવિધ વિસ્તારોના હોટલ રેસ્ટોરન્ટ, ઓટોમોબાઇલ ટ્રેડિંગ, સિલાઈ કામ, સાડી ટ્રેડિંગ સહિતના એકમોમાં કુલ ૮ રેડ કરી ૦૪ બાળ અને ૦૮ તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાવ્યા હતા.
તેમજ જુલાઈ મહિના દરમિયાન પીપલોદ નાઇટ ફૂડ બજારમાં ૧ રેડ હેઠળ ૩ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. તેમણે જે તે સંસ્થા સામે એફ.આઈ.આર. સહિતની કામગીરીની વિગતો આપી હતી. સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા રેસ્કયુ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરાયેલા પુનઃવસનની કામગીરીની વિગતો આપી હતી.
બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

