રાજ્યના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર દિવસોની શુભકામનો પાઠવતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે.
આ પવિત્ર માસ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્યસામગ્રીનું સતત ચેકિંગ હાથ ધરીને નકલી તથા ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી ખાવાની વસ્તુઓ ઘરે જ બનાવવી જોઈએ અથવા કોઈ પ્રમાણિક વ્યક્તિ, માન્ય કંપની કે ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી જોઈએ. તેમણે ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે, વધુ નફો કમાવાની લાલચમાં જો કોઈ વેપારી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરશે, તો રાજ્ય સરકાર તેની સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરશે.
મંત્રીશ્રીએ શ્રદ્ધાળુઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકો પોતાની શ્રદ્ધાથી માત્ર 'પૂજા માટેનું ઘી' એવું લેબલ જોઈને ખરીદી લેતા હોય છે, જે કેટલાક કિસ્સાઓમાં ભેળસેળયુક્ત હોઈ શકે છે. નાગરિકોએ આવા બનાવટી ઘીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આપણે આવું ઘી ખરીદીશું, તો ભેળસેળિયા તત્વોને પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને બનાવટી ઘી વેચનારા તમામ તત્વોની ફેક્ટરીઓને શોધીને સીલ કરી દેવામાં આવી છે.
'ભેળસેળ મુક્ત ગુજરાત'ના આ મહાઅભિયાનમાં જાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ મીડિયા મિત્રોની કામગીરીને બિરદાવી હતી.અને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કડક કાર્યવાહીની સાથે સાથે હવે નાગરિકોએ પણ ભેળસેળ સામે જાગૃત થવાની જરૂર છે.
તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો બજારમાં સહકારી મંડળીઓ કે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સના નિયત ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે દૂધ કે ઘી મળતું હોય, તો તે બનાવટી હોઈ શકે છે અને તે ક્યારેય ન ખરીદવું જોઈએ.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમો આગામી સમયમાં પણ બિન-અધિકૃત અને બનાવટી ડેરી ઉત્પાદનો (જેવાં કે અનાલોગ પનીર, ચીઝ, માવો અને બટર)નું ગેરકાયદેસર ઉત્પાદન કે વેચાણ કરતા એકમો સામે સઘન ચેકિંગ ચાલુ રાખીને કાયદેસરની કાર્યવાહી કરશે. ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી વેચતા અસામાજિક તત્વોને આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા મંત્રી શ્રી પાનશેરીયાએ આખરી કડક ચેતવણી આપી હતી.

