હિંમતનગર મનોરમ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને આગ લાગતી વખતે સલામતીના પગલાં તથા આગ સામે તાત્કાલિક બચાવ કામગીરી અંગે જાગૃત કરવા માટે ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

આ મોકડ્રીલ હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા સાહેબ, ફાયર અધિકારી શ્રી ઉત્કર્ષભાઈ સાહેબ તથા શ્રી વિજયસિંહ સાહેબના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગની પરિસ્થિતિમાં કેવી રીતે સલામત રીતે બહાર નીકળવું, ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તથા આગની ઘટનામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

મોકડ્રીલ દરમિયાન વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી અને આગ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાયા વિના સાવચેતીપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ પટેલ, શિક્ષકશ્રીઓ ચિરાગભાઈ પંચાલ, ભરતભાઈ પટેલ,સંજયભાઈ પટેલ અને અર્પિત પંડ્યા સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો હેતુ શાળાના વિદ્યાર્થીઓમાં આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે જેમાં ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ વગેરે જગ્યાએ આગ લાગવાને કારણે મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આગ લાગે ત્યારે તેને કેવી રીતે બુજાવવી અને ફાયર સેફ્ટી નો ઉપયોગ કરવો તે વિશે બાળકોને અને શાળાના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી