રક્ષાબંધન દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજ્યભરમાં ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન ૬,૫૦૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે

તીર્થધામો અને મુખ્ય શહેરોના રૂટ પર વિશેષ સંચાલન તેમજ એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી

રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોનું ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, એસ. ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ રાજ્યની માતા-બહેનો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે ૨૪x૭ અવિરત સેવાઓ આપે છે અને પોતે આ તહેવારની ઉજવણીનું બલિદાન આપતા હોય છે. રાજ્યની માતા બહેનોની પરિવહન સુવિધા માટે કર્તવ્યનિષ્ઠા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી નિગમના સૌ કર્મચારીઓને અભિનંદન પાઠવી આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ એસ.ટી. બસનું નિરીક્ષણ કર્યું હતું.

લોકાર્પિત કરાયેલી ૧૦૧ બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ થાય છે, જે તમામ બસો રક્ષાબંધન તહેવારના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે.

જાહેરાતAdvertisement

મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિઝનરી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યના નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક, સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત કરવાના ભગીરથ પ્રયાસરૂપે નવીન ૧૦૧ એસ.ટી. બસોને જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા નવા રૂટ પર વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના ખૂણે-ખૂણેથી પ્રવાસ કરતા નાગરિકોની મુસાફરી વધુ સરળ બનાવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો પર વિશેષ બસો દોડાવવાનું સઘન આયોજન કરાયું છે.

મુસાફરોની સરળતા માટે ઓનલાઈન તેમજ ડેપો પર ઍડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમ દ્વારા ૬,૪૦૨ વધારાની ટ્રીપો દોડાવીને ૩.૩૩ લાખ મુસાફરોને સફળતાપૂર્વક સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આયોજનને વધુ વ્યાપક બનાવી ૬,૫૦૦ એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પી.સી. બરંડા, મંત્રી શ્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર શ્રીમતી મીરા પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સહિત એસ.ટી નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.