મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ કરીને અમદાવાદ પધાર્યા ત્યારે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરનો વિશ્વાસ અમને આ પ્રવાસમાં જોવા મળ્યો છે. વડાપ્રધાનશ્રી પરના સંપૂર્ણ વિશ્વાસને કારણે લોકો દરેક સેક્ટરમાં વધારે મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. ભારતમાં આવનાર રોકાણ ગુજરાતમાં આવે એના માટેનો અમારો આ પ્રયાસ હતો. સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ વગેરે ક્ષેત્રો ઉપરાંત ગિફ્ટ સિટી માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની મોટી મોટી કંપનીઓ સાથેની બેઠકો ખૂબ સારી રહી છે અને તે લોકો ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુક છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અમેરિકા અને કેનેડાના પ્રવાસને ફળદાયી બની રહેશે એવા વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ સારું મૂડીરોકાણ આવશે.
વૈશ્વિક રોકાણકારો અને ઇનોવેટર્સને આગામી 10મી–12મી જાન્યુઆરી, 2027ના રોજ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ , કોલબોરશન અને પાર્ટનરશીપ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી તથા મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ પ્રતિનિધિ મંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો તથા ઈનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાતો કરી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ પણ મુખ્યમંત્રીશ્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સહભાગી બન્યું હતું.
મુખ્યમંત્રીશ્રી તથા મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેનું આ પ્રતિનિધિ મંડળ વિદેશ પ્રવાસ સફળતા પૂર્વક પૂરો કરીને ગુજરાત પરત આવ્યુ ત્યારે તેને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર શ્રી અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને આવકાર્યા હતા અને સફળ પ્રવાસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

