સાબરડેરીની ૬૨ મી સાધારણ સભા આજ રોજ ગુજરાત કો-ઓ૫રેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન તથા સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ બી.૫ટેલના અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં સાબરડેરીના વાઈસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ ૫ટેલ,પૂર્વ સાંસદશ્રી દિ૫સિંહજી રાઠોડ,અરવલ્લી ભાજપા સંગઠન પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી ભીખુંસિંહ પરમાર,સાબરકાંઠા ભાજપા પૂર્વ પ્રમુખ શ્રી પી.સી.પટેલ, નિયામક મંડળના તમામ સદસ્યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્યશ્રીઓ,સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં યોજાઈ ગઈ.
દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટરશ્રી સુભાષભાઈ ૫ટેલે ઉ૫સ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્યાન કરેલ પ્રગતિ અને સિઘ્ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી સાથે સાથે વર્ષ દરમ્યાન કરેલ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં કરેલ વિસ્ત્રુતિકરણ આયોજન જેવા કે નવા પ્લાન્ટ,ગ્રીન એનર્જી,પશુપાલનમાં આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ વગેરે બાબતે સભાને અવગત કરવામાં આવેલ અને તેઓ દ્વારા સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતુ.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સાધારણ સભાના અઘ્યક્ષ સ્થાનેથી શામળભાઈ ૫ટેલે વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ,ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ સાહેબ,મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ ૫ટેલ,પ્રદેશ ભાજપા અઘ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો સહકાર અને પ્રેરણા આપવા બદલ આભાર માની દુધ ઉત્પાદકોની આર્થિક ઉન્નતિ માટે કટીબઘ્ધતા દર્શાવી વડા પ્રધાનશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્૫ની સિઘ્ધિ અને અમીતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃઘ્ધિના મંત્રને સાર્થક કરવા હેતુ સંઘ પ્રતિબઘ્ધ છે એવું જણાવી સાબરડેરી લાખો પશુપાલક પરિવારોના પરિશ્રમ, વિશ્વાસ અને સ્વપ્નોનું જીવંત પ્રતિબિંબ છે.સાબરડેરીની મૂળભૂત વિચારધારા “સંસ્થા મજબૂત બનશે તો દૂધ ઉત્પાદક મજબૂત બનશે અને દૂધ ઉત્પાદક મજબૂત બનશે તો ગામડું અને સમગ્ર પ્રદેશ સમૃદ્ધ બનશે.આ માટે સંઘના વહીવટમાં પારદર્શિતા, કરકસર, કાર્યક્ષમતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે,વધુમાં તેઓ એ જણાવેલ કે સંઘની પ્રગતિ માત્ર આંકડાની વૃદ્ધિ નથી પણ લાખો દૂધ ઉત્પાદકોના વિશ્વાસ,દૂધ મંડળીઓની કાર્યક્ષમતા અને સાબરડેરીના સમગ્ર પરિવારની મહેનતની સફળતા છે.
અઘ્યક્ષ સ્થાનેથી દુધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું હોવાનું જણાવી સમગ્ર વર્ષ દરમ્યાન દૂધ સંઘના કામકાજમાં દૂધ મંડળીના પ્રતિનિધિઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
વધુમાં તેઓએ જણાવેલ કે, ગત વર્ષે ૩૦ જૂન પહેલાં સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ રિટેન્શન મની ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ માટે દૂધ ઉત્પાદકોની અપેક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને રૂ. ૫૬૦ કરોડની ઐતિહાસિક રકમ,સરેરાશ રૂ.૧,૦૦૭ પ્રતિ કિલો ફેટ પ્રમાણે, તા. ૨૯ જૂને જ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવી છે અને ભવિષ્યમાં ૫ણ દૂધના પોષણક્ષમ ભાવ આ૫વા તેમણે કટીબઘ્ધતા દર્શાવી હતી. સભાસદોના દૂધ સહકારી પ્રવૃત્તિ પ્રત્યેના અતૂટ વિશ્વાસના પરિણામે સાબરડેરી સતત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહી ત્યારે વર્ષ ૨૦૦૮-૦૯ માં સંઘે ૧૦૦૦ કરોડનું ટર્નઓવર પાર કર્યું હતું જે આજે રૂ.૧૦,૧૩૩ કરોડ સુધી પહોંચ્યું છે બંને સીમાચિન્હ તેઓના નેતૃત્વમાં થવા અંગે વિશેષ ગૌરવ હોવાનું જણાવ્યુ હતું
સભામાં વર્ષ ર૦ર૫-ર૬ માં સૌથી વધુ દુધ સંપાદન કરનાર શ્રેષ્ઠ૧૦ દુધ મંડળીઓનું મોમેન્ટો અને પ્રશસ્તિ૫ત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમે ગાબટ,નાદરી અને રણેચી દુધ મંડળીઓ હતી તે જ રીતે વર્ષ ર૦ર૫-ર૬ માં સૌથી વધુ દુધ ભરાવનાર શ્રેષ્ઠ ૧૦ દુધ ઉત્પાદકો જેમાં અરવલ્લી જિલ્લાના ૮ અને સાબરકાંઠાના ૨ પ્રગતિશીલ દુધ ઉત્પાદકોનું સન્માન કરવામાં આવ્યુ હતું.સાથે સાથે અમૂલ દૂધની બનાવટો ના વેચાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૩ દૂધ મંડળીઓ લિંભોઇ,ટાકા ટુકા અને ચિત્રોડા દુધ મંડળીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું અને દૂધ મંડળીઓમાં સતત ૨૧ વર્ષ કે વધુ સમયથી સેવારત ૭૦ થી વધુ ચેરમેનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના વાઈસ ચેરમેનશ્રી ઋતુરાજભાઈ ૫ટેલે સાધારણ સભાના સમા૫ન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓની હાજરીમાં સભા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાથી પૂર્ણ થઈ હતી.

