ચોવીસી ત્રિવેદી મેવાડ બ્રાહ્મણ સમાજનો હિંમતનગર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હિંમતનગર એકમના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા નવગુજરાત સમય હિંમતનગર ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ હિંમતનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ ઉમિયા વાડી ખાતે શુક્રવારે યોજાયો હતો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ અંગેની વિગતે છે કે દર વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે હિંમતનગર ખાતે ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું સંમેલન તથા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ઉમિયા વાડી ખાતે સૌપ્રથમ આરતી પ્રમુખ મલિકેશ્વર હરેશકુમાર ત્રિવેદી તથા મંત્રી ચેતનકુમાર ગિરીશચંદ્ર ઉપાધ્યાય ઇન્દ્રવદન ત્રિવેદી પ્રતિકભાઇ ત્રિવેદી સહિત કારોબારી સભ્યો દ્વારા સમૂહ આરતી માં ભાગ લીધો હતો આ પ્રસંગે પીએચડી ની ડીગ્રી મેળવનાર ડોક્ટર ઋત્વિક મહેશકુમાર ત્રિવેદી તેમજ એન્જિનિયરિંગ ની પદવી મેળવનાર પ્રીત ચેતનકુમાર ઉપાધ્યાયને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સ્પોર્ટ ટીચર તરીકે સારી કામગીરી કરનાર કૂસમિતેશભાઈ ઉપાધ્યાય અને સિદ્ધિ નિખિલભાઇ ત્રિવેદી જેમને કોસ્મેટિક માં ડીગ્રી મેળવી છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય ગિરીશચંદ્ર કરુણાશંકર ઉપાધ્યાય પાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજના આગેવાન અમૃતલાલ મણીલાલ ઉપાધ્યાય નીતિનભાઈ હીરાલાલ ઉપાધ્યાય અને દીપકભાઈ કિર પા શંકર ત્રિવેદ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા આ પ્રસંગે નાના બાળકોને દીપકભાઈ કીર્પાશંકર ત્રિવેદી પરિવાર તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના વિકાસ માટે આગામી દિવસોમાં કેવા પ્રકારનું આયોજન કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો
હિંમતનગર ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે રક્ષાબંધનના દિવસે યોજાય છે કાર્યક્રમ આગામી સમયમાં સમાજના વિકાસ અને સંગઠાત્મક કાર્યક્રમ અંગે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો
Friday, 28 August 2026 at 05:58 pm

