મુખ્યમંત્રીશ્રીએ 'મન કી બાત'ના ૧૩૭મા એપિસોડનું પોતાના મતક્ષેત્રના નાગરિકો અને બૂથના કાર્યકર્તાઓ સાથે કર્યું સામૂહિક શ્રવણ
મન કી બાત એટલે પ્રેરણા, ઊર્જા અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ"સકારાત્મક વિચારો અને જનસહભાગિતા વધારવાનો પ્રેરક સંદેશ આપતો કાર્યક્રમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત'ના ૧૩૭મા એપિસોડનું સમગ્ર દેશ અને રાજ્યભરમાં સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના થલતેજ વોર્ડ ખાતે બૂથ સ્તરના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે ઉપસ્થિત રહીને વડાપ્રધાનશ્રીના આ પ્રેરણાદાયી રાષ્ટ્રજોગા સંદેશનું શ્રવણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના મતવિસ્તારના થલતેજ વોર્ડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે પ્રત્યક્ષ બેસીને વડાપ્રધાનશ્રીના વિચારો સાંભળ્યા હતા અને સંગઠનની શક્તિ તેમજ જનસેવાના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવ્યો હતો.
વડાપ્રધાનશ્રી દ્વારા 'મન કી બાત' થકી દેશના ખૂણે-ખૂણે થતા સામાજિક પરિવર્તનો, સ્વચ્છતા, સ્થાનિક કલા-સંસ્કૃતિ અને 'વોકલ ફોર લોકલ' જેવા વિષયો પર આપવામાં આવતા માર્ગદર્શનને ગુજરાતના જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ દોહરાવવામાં આવ્યો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
પ્રધાનમંત્રીશ્રીએ દેશના સર્વાંગી વિકાસ માટે જનભાગીદારીને મુખ્ય આધાર ગણાવીને નાગરિકોને સકારાત્મક વિચારો સાથે પ્રગતિના માર્ગે આગળ વધવા આહ્વાન કરવામાં આવ્યું.
વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા નવા પ્રયોગો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીના ઉપયોગની સરાહના કરી હતી તેમજ વોકલ ફોર લોકલ સ્થાનિક ઉત્પાદનો, કલા-સંસ્કૃતિ અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપી 'આત્મનિર્ભર ભારત' બનાવવાની દિશામાં યોગદાન આપવા પર ભાર મુકાયો હતો
સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જતન અને 'નારી શક્તિ' (મહિલા સશક્તિકરણ) અંગે દેશભરમાં થયેલા સફળ પ્રયોગો રેખાંકિત કરાયા હતા સ્થાનિક ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી આધુનિક તથા પરંપરાગત પદ્ધતિઓની સરાહના કરવામાં આવી હતી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં દેશના યુવા ધનને નશાથી મુક્ત રાખી 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા માટે 'નશા મુક્ત ભારત અભિયાન'ને વધુ વેગવંતું બનાવવા ખાસ આહ્વાન કર્યું હતું.
કૃષ્ણા શેષાદ્રી દ્વારા નિર્મિત 'ભારતરાજ્ય' વેબસાઇટનો વિશેષ ઉલ્લેખ કરી તેના સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો.
થલતેજ વોર્ડ ખાતે યોજાયેલા આ સામૂહિક શ્રવણ કાર્યક્રમમાં બૂથના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.

