માંડલ તાલુકાના નાના ઊભડાના ગ્રામજનો દ્વારા રાજ્યપાલશ્રીનું ઉમળકાભેર સ્વાગત
રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈકર્મીઓ અને ગ્રામજનો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું

રાજ્યપાલશ્રીએ "એક પેડ માઁ કે નામ" ૩.૦ અભિયાન અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ કર્યું
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું નાના ઊભડા ગામે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના "એક પેડ માઁ કે નામ" ૩.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ બોરસલી વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી વન કવચ હેઠળ આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર જેવા ૩૨ જેટલા અલગ-અલગ પ્રજાતિના ૧૦ હજાર રોપાઓનું વાવેતર કરીને પ્રકૃતિ સંવર્ધનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપ્યો હતો.
રાજ્યપાલશ્રીએ ગ્રામજનો અને ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કરવું એ પરમ પુણ્યનું કાર્ય છે. વૃક્ષોને માત્ર વાવવા પૂરતા સીમિત ન રહેતા, તેમને આગામી ત્રણ વર્ષ સુધી બાળકની જેમ ઉછેરીને જીવંત રાખવા એ આપણી પ્રાથમિક જવાબદારી છે. વૃક્ષ એ સાક્ષાત 'દેવતા' છે, જે પોતાનું સમગ્ર જીવન માનવજાત, પશુ-પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિને અવિરતપણે આપવા માટે સમર્પિત રહે છે. વૃક્ષો દ્વારા મળતો પ્રાણવાયુ જ માનવ જીવનનો આધાર છે અને તેના વિના જીવનની કલ્પના પણ શક્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે પ્રકૃતિ સાથે થઈ રહેલી છેડછાડના પરિણામે અતિવૃષ્ટિ, પૂર અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા સુખ-દુઃખ કે કુદરતી હોનારતો માટે ઈશ્વર નહીં પરંતુ માનવીના પોતાના કર્મો જવાબદાર છે. તેથી પર્યાવરણના જતન અને ગ્લોબલ વૉર્મિંગ જેવા જોખમોથી બચવા માટે મહત્તમ વૃક્ષારોપણ એ જ એકમાત્ર ઉત્તમ માર્ગ છે
તેમણે આ અભિયાનમાં જોડાનાર તમામ ગ્રામજનો, બહેનો, ભાઈઓ અને વન વિભાગના કર્મચારીઓ પ્રકૃતિ સંવર્ધનનું આ પુણ્યકાર્ય કરીને આવનારી પેઢીઓ માટે જીવનદાતા ગણાવ્યા હતા
આ ઉપરાંત માંડલ તાલુકામાં પધારવા બદલ અને પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપવા બદલ સ્થાનિકોએ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈકર્મીઓ અને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ બાદ રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આપણે જે ગામમાં રહીએ છીએ તેને સાફ-સુથરું રાખવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. સ્વચ્છતાથી જ સ્વાસ્થ્ય જળવાય છે અને બીમારીઓ દૂર રહે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ, અગ્રણી ગામના સરપંચશ્રી, સંબંધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

