અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પે સેન્ટર ઉત્તમ શાળા, નાના ઉભડા ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો.

ગ્રામજનો સાથે રાત્રી સભામાં સીધો સંવાદ સાધતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, "હું પોતે ખેડૂતપુત્ર છું અને ગુરુકુળમાં શિક્ષક તરીકે કાર્ય કરેલું છે. લોકભવન કરતાં મને ગામડાંના ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે રહેવામાં પોતાના પરિવાર જેવો આનંદ અને આત્મીયતા અનુભવાય છે.

જાહેરાતAdvertisement

પોતાના બાળપણ અને વિદ્યાર્થીકાળના સ્મરણો વાગોળતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, શિસ્ત, સખત પરિશ્રમ અને પ્રકૃતિ સાથેનો સંપર્ક જ માણસને સાચો માનવી બનાવે છે. ગામડાંની શુદ્ધ હવા, પરસ્પરનો પ્રેમ અને સામાજિક સમરસતા એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. આજે શહેરોમાં ભૌતિક સગવડો હોવા છતાં આત્મીયતાનો અભાવ છે, જ્યારે ગામડાંમાં એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની સુંદર ભાવના જીવંત છે.

તેમણે ગ્રામજનોને અનેક પ્રેરણાદાયી પાસાંઓ પર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, બાળકોને ઉત્તમ સંસ્કારો અને કુટુંબના મૂલ્યો શીખવવા ખૂબ જરૂરી છે. સાથે માતા-પિતાએ બાળકો સાથે ગુણવત્તાસભર સમય વીતાવવો જોઈએ જેથી તેઓ વ્યસન અને ખોટા માર્ગે જતાં અટકે.

ભૌતિક સંપત્તિ કે છળકપટથી ભેગી કરેલી સંપત્તિ સાથે નથી આવતી, માત્ર આપણા સત્કર્મો જ સાથે જાય છે. તેથી જીવનને વ્યસનમુક્ત બનાવી દીન-દુઃખીઓની સેવા અને સત્કર્મો કરવા એ જ માનવ જીવનની સાચી પૂંજી છે તેમ રાજયપાલશ્રીએ જણાવ્યુ હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પશુપાલન એ ખેતીનો પૂરક અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે. ગામડાંમાં રહીને ઝેરી કે રાસાયણિક ખોરાકથી બચવા પોતાના ઘરનું શુદ્ધ દૂધ, ઘી અને છાશ હોવાં અનિવાર્ય છે. તેમણે ગ્રામજનોને પશુઓમાં નસલ સુધારણા દ્વારા દૂધ ઉત્પાદન અને આવક વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન અને અન્ન ઝેરી બની રહ્યા છે, જેના કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે. તેના ઉકેલરૂપે તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય સાચવવા ભાર મૂક્યો હતો.

રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને પોતાના પરિવાર, ગામ અને સમાજમાં ભાઈચારો અને સમરસતા જાળવી રાખીને સ્વસ્થ તથા સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ તરફથી નાના ઉભડા ગામમાં સ્વચ્છતા અને વિકાસના કાર્યો માટે રૂપિયા 10 લાખની વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.