પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનારક્ષિત જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનના કુલ ૬ ફેરા

ગાંધીનગર કેપિટલથી સાંજે ૨૦:૦૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫:૫૦ કલાકે દ્વારકા પહોંચશે

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

દ્વારકાથી સવારે ૦૬:૫૦ કલાકે ઉપડીને સાંજે ૧૭:૦૦ કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે

જન્માષ્ટમી પર્વ દરમિયાન મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ અનારક્ષિત ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બંને દિશામાં કુલ ૬ ફેરા કરશે.

ટ્રેન નંબર ૦૯૫૨૧ ગાંધીનગર કેપિટલ–દ્વારકા સ્પેશિયલ ગાંધીનગર કેપિટલથી સાંજે ૨૦:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૫:૫૦ કલાકે દ્વારકા પહોંચશે.

તે જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૨૨ દ્વારકા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ દ્વારકાથી સવારે ૦૬:૫૦ કલાકે પ્રસ્થાન કરશે અને સાંજે ૧૭:૦૦ કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.

જાહેરાતAdvertisement

મુખ્ય સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ

આ વિશેષ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં તમામ કોચ જનરલ શ્રેણીના અનારક્ષિત રહેશે.

ટ્રેનના માર્ગ, સમય, સ્ટોપેજ અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ઇન્ક્વાયરી ઇન્ડિયન રેલવેની વેબસાઇટ પર માહિતી મેળવી શકશે.