અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના અનુભવી ડોક્ટરોએ ૫૪ વર્ષીય પુરુષ દર્દી પર જટિલ સર્જરી કરી તબીબી જગતમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. તબીબોએ અત્યાધુનિક 'લેપ્રોસ્કોપિક પાર્ટિયલ નેફ્રેક્ટોમી' પ્રક્રિયા દ્વારા દર્દીની કિડનીમાં રહેલી ૮ સેમી જેટલી મોટી ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

સિવિલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યા મુજબ, ૫૪ વર્ષીય દર્દી છેલ્લા બે મહિનાથી પેટ અને કમરના ડાબા ભાગમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તેઓ અસ્થમા અને બીપીની તકલીફથી પણ પીડાતા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પેટના સીટી સ્કેન રિપોર્ટમાં ડાબી કિડનીમાં આશરે ૮ સેમી મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠનો કેટલોક ભાગ રક્તપ્રવાહ ન મળવાને કારણે ખરાબ (નેક્રોસિસ) થઈ ગયો હતો. જોકે, કેન્સર કે ગાંઠનો ફેલાવો શરીરના અન્ય ભાગોમાં થયો ન હોવાથી લેપ્રોસ્કોપિક સર્જરી કરીને તેને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.

સામાન્ય રીતે ૭ સેમીથી મોટી ગાંઠના કિસ્સામાં આખી કિડની કાઢવી પડતી હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ અને તેમની ટીમે દર્દીની કિડની બચાવવા માટે 'લેપ્રોસ્કોપિક લેફ્ટ પાર્ટિયલ નેફ્રેક્ટોમી' કરવાનો નિર્ણય કર્યો હતો.

સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવ રોકવો અને કિડનીના કામ કરતા ભાગને નુકસાન ન પહોંચાડવું એ મુખ્ય પડકાર હતો. ડોક્ટરોની કુશળ ટીમે દૂરબીન (લેપ્રોસ્કોપી) વડે માત્ર ગાંઠનો જ ભાગ સફળતાપૂર્વક કાઢીને બાકીની કિડની જાળવી રાખી હતી. ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે અને હાલ તેમને કોઈ આડઅસર કે તકલીફ નથી.

યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે ઉમેર્યું કે, અનુભવી ટીમ અને ચોક્કસ આયોજનથી કિડનીનો કાર્યક્ષમ ભાગ બચાવીને મોટી ગાંઠ દૂર કરી શકાય છે. સિવિલમાં કિડનીનું કાર્ય જાળવી રાખતી આવી આધુનિક સારવાર આપવા અમે કટિબદ્ધ છીએ.

જાહેરાતAdvertisement

આ અદ્ભુત સફળતા બદલ સિવિલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ યુરોલોજી ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સેવાઓ અને નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ ગંભીર બીમારીઓનું પણ સફળ નિદાન અને સારવાર થઈ રહી છે.