ગુજરાત સરકારે શિક્ષણને માત્ર સાક્ષરતા સુધી સીમિત ન રાખીને ગુણવત્તાસભર, ટેક્નોલોજી આધારિત અને સર્વાંગી વિકાસલક્ષી બનાવવાની દિશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા આધુનિક પ્રકલ્પોના પરિણામે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આધુનિક ભૌતિક માળખું, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને શિક્ષકોના કૌશલ્યવર્ધનથી સરકારી શાળાઓ ગુણવત્તાસભર શિક્ષણનું નવું મોડેલ બની રહી છે.

અમદાવાદ જિલ્લો પણ આ શૈક્ષણિક પરિવર્તનનું મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અનેક સરકારી શાળાઓમાં પરંપરાગત ચોક-બોર્ડની સાથે હવે સ્માર્ટ લર્નિંગ બોર્ડ, થ્રી-ડી એનિમેશન અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટેમ લેબ્સ અને કમ્પ્યુટર લેબ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા સાથે જોડાવાની તક મળી રહી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શાળાઓ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનનું સતત મોનિટરિંગ થવાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે વધુ અસરકારક આયોજન શક્ય બન્યું છે. શિક્ષકોને તાલીમ અને જરૂરી માર્ગદર્શન મળતાં વર્ગખંડ શિક્ષણ વધુ રસપ્રદ, પ્રયોગાત્મક અને વિદ્યાર્થીકેન્દ્રિત બન્યું છે. પાઠ્યપુસ્તકીય અભ્યાસની સાથે રમત-ગમત, વક્તૃત્વ, સાંસ્કૃતિક અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓનો વધતો વિશ્વાસ

સરકારી શાળાઓમાં થયેલા આ ગુણાત્મક પરિવર્તનની સૌથી મોટી સાક્ષી વિદ્યાર્થીઓના પ્રવેશના આંકડામાં જોવા મળે છે. વર્ષ 2025-26 દરમિયાન અમદાવાદ જિલ્લામાં ખાનગી શાળાઓમાંથી 4,817 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. મોંઘી ફી અને અન્ય ખર્ચાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ થતી આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે વાલીઓનો સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરી, ડિજિટલ લર્નિંગ મટીરિયલ, તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો તેમજ સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. મધ્યાહ્ન ભોજન અને ગણવેશ જેવી સુવિધાઓ પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વાતાવરણને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

શિક્ષકની ભૂમિકા બની પરિવર્તનની આધારશિલા

જાહેરાતAdvertisement

આ સમગ્ર પરિવર્તનના કેન્દ્રમાં અમદાવાદ જિલ્લાના શિક્ષકોની નિષ્ઠા અને મહેનત રહેલી છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને તાલીમનો અસરકારક ઉપયોગ કરીને શિક્ષકોએ શિક્ષણને વધુ જીવંત અને પ્રયોગાત્મક બનાવ્યું છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતા ઓળખી તેમને આગળ વધારવા માટે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સરકારી શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ આપી રહ્યા છે. શિક્ષક દિવસના અવસરે અમદાવાદની સરકારી શાળાઓમાં જોવા મળતું આ પરિવર્તન માત્ર શાળાઓના બદલાયેલા માળખાની વાત નથી પરંતુ વાલીઓના બદલાયેલા વિશ્વાસ, વિદ્યાર્થીઓની વધતી તકો અને શિક્ષકોની બદલાતી શિક્ષણ પદ્ધતિનું પ્રતિબિંબ છે.ગુજરાત સરકારની શિક્ષણલક્ષી પહેલો અને શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસોના સમન્વયથી સરકારી શાળાઓ હવે ગુણવત્તાસભર શિક્ષણની નવી ઓળખ ઊભી કરી રહી છે