જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર તથા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દહેગામ તાલુકાના સોજીત્રા ગામ ખાતે સરકારશ્રીની અનોખી પહેલ એવી “બાલિકા પંચાયત”ની પુનઃરચનાનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ગામની કિશોરીઓને બાલિકા પંચાયતના હેતુઓ, મહત્વ, કામગીરી, જવાબદારીઓ તેમજ કિશોરીઓના સશક્તિકરણ અને નેતૃત્વ વિકાસમાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની પુનઃરચનાના ભાગરૂપે સરપંચ અને ઉપસરપંચ બનવા માટે રસ ધરાવતી કિશોરીઓ પાસેથી ઉમેદવારી ફોર્મ મેળવ્યા બાદ, લોકશાહી અને પારદર્શક પદ્ધતિથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગામની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટી કાઢ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ નવી રચાયેલી બાલિકા પંચાયત દ્વારા આગામી સમયમાં ગામની કિશોરીઓને લગતા પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, સુરક્ષા, બાળ અધિકારો તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સ્થાનિક આંગણવાડી કાર્યકર્તા બહેનોના સક્રિય સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમથી કિશોરીઓમાં આત્મવિશ્વાસ, લોકશાહી મૂલ્યો, સામાજિક જવાબદારી અને નેતૃત્વની ભાવના મજબૂત બનશે.