રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવોને યાદ કરવાની ઉત્તમ પરંપરાના ભાગરૂપે આજે ૦૫ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા બિલ્ડીંગ ખાતે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, મહાન તત્વચિંતક, વિચારક અને ઉત્કૃષ્ટ શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભા બિલ્ડીંગના પ્રથમ માળે આવેલા પોડિયમમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના તૈલચિત્રને ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ શ્રી સી. બી. પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ગરીમામય કાર્યક્રમમાં વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમમાં વિશેષરૂપે માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થી પ્રાંશુ પટેલ દ્વારા ડૉ. રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

