વડોદરા ખાતે આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત આજે ગોત્રી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સુઘડ પર્યાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સ્વચ્છતા અભિયાનની સાથે ગોત્રી તળાવ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ ઘનિષ્ઠ સફાઈ અને વૃક્ષારોપણ અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી શ્રી જયપ્રકાશ ભાઈ સોની, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે નાગરિકો પણ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.

