વિદ્યાર્થીઓના વ્યક્તિ ઘડતર અને સમાજ નિર્માણમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવતી ઉમદા પરંપરા જાળવાઈ

ગાંધીનગરની શાળાઓના બાળકોએ શિક્ષક દિને શિક્ષણ મંત્રીશ્રી તેમજ અગ્રણીઓના નિવાસસ્થાને પહોંચી ફાળો એકત્રિત કર્યો

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આજીવન શિક્ષક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં 'શિક્ષક દિન'ની ઉજવણી કરવામાં આવે છે. માનવ ઘડતર અને સમાજ નિર્માણમાં ગુરુજનોના અનન્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ખાસ અવસરે, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ 'શિક્ષક કલ્યાણ નિધિ'માં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો.

શિક્ષક દિનની પરંપરા મુજબ શિક્ષક કલ્યાણ નિધિ માટે ફાળો એકત્રિત કરવા ગાંધીનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સવારે શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા તેમજ શ્રીમતી રિવાબા જાડેજાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રીશ્રીએ બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરી, ફાળો અર્પણ કર્યા બાદ બાળકો સાથે સહજ અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, એડિશનલ કલેક્ટર શ્રીમતી નિહારિકા સુવેરા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષ પટેલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.