અમદાવાદના રામોલ વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા મહિલાને બચકું ભરવાની ઘટના સામે આવી છે.
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હીરાબા સ્કૂલની સામે મહાદેવનગર ટેકરા હરોળીનાપાક વિભાગ-02માં રહેતા પાલતુ શ્વાનના માલિક દ્વારા શ્વાનને બહાર છોડવામાં આવ્યો હતો. દરમિયાન પાડોશમાં રહેતી શ્રીમતી કપિલાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિને પાલતુ શ્વાને બચકું ભર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગની ડોગ કમ્પ્લેઇન્ટ સેલની વેટરનરી ટીમ અને એસ.આર.પી. પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સ્થળ તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં પાલતુ શ્વાનને 30 જૂન 2025થી એક વર્ષ એટલે કે 30 જૂન 2026 સુધીનું વેક્સિનેશન કરાવેલું હોવાનું સામે આવ્યું છે. તેમજ પેટ ડોગનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હોવાનું AMCએ જણાવ્યું છે.
મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસ દ્વારા પાલતુ શ્વાનના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

