ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠના સર્વ સેવકો માટે ‘સુરક્ષિત, સ્વસ્થ અને સમાવેશી પરિસર’ વિષય પર વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં લૈંગિક સંવેદનશીલતા, પોષણ અને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અંગે POSH જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રથમ સત્રમાં ‘POSH Act, 2013’ અંગે મહિલાઓની સુરક્ષા અને અધિકારો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ‘Gender Sensitization’ તથા ‘Gender Development & Empowerment’ વિષય પર સેવકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

જાહેરાતAdvertisement

અભયમ 181ની ટીમ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં મહિલાઓ માટે ઉપલબ્ધ હેલ્પલાઇન અને સુરક્ષા સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે પરિસંવાદનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.