L

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બર માત્ર અક્ષર ઓળખની ઉજવણી નથી, પરંતુ દરેક નાગરિકને જ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ કરવાનો અવસર છે. ગુજરાત સરકારે 'ગુણવત્તાયુક્ત શિક્ષણ'ને પ્રાથમિકતા આપીને રચેલું શૈક્ષણિક મોડેલ આજે દેશભરમાં પ્રેરણારૂપ બન્યું છે. રાજ્ય સરકારના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સ’ અને ગાંધીનગર સ્થિત વિશ્વસ્તરીય ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ જેવા ડેટા-ડ્રાઇવન પ્રકલ્પોએ શિક્ષણનું સ્તર આમૂલચૂલ બદલી નાખ્યું છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

હવે સાક્ષરતાનો અર્થ કેવળ વાંચતા-લખતા શીખવવું નથી રહ્યો, પરંતુ બાળકોને ડિજિટલ રીતે સાક્ષર બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું પરિવર્તન રાજ્ય સરકારની નીતિઓની સફળતાની જીવંત સાક્ષી પૂરે છે. જેમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ અને STEM લેબ્સ મહત્વપૂર્ણ છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં હવે ચોક-ડસ્ટરની જગ્યાએ થ્રીડિ એનિમેટેડ કન્ટેન્ટ ધરાવતા સ્માર્ટ બોર્ડ અને સાયન્સ-ટેકનોલોજી લેબ્સ ઉપલબ્ધ છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ, અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનું સચોટ આયોજન અને શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પરિશ્રમે સાક્ષરતાને એક જન-આંદોલન બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની આ સફળતા દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ હાથોમાં છે. સાક્ષરતાના આ વૈશ્વિક સંકલ્પને ગુજરાતનું સરકારી શિક્ષણ માળખું આજે વાસ્તવિકતામાં બદલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણીના આ અવસરે અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું ગુણાત્મક પરિવર્તન સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સાક્ષરતાનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે શિક્ષણ સર્વસમાવેશી, આધુનિક અને સુલભ બને. સાક્ષરતાના પ્રસારમાં સરકારી શાળાઓની ભૂમિકા નિર્ણાયક બની રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન માત્ર અમદાવાદ જિલ્લામાં જ ૪,૮૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વાલીઓનો સરકારી શિક્ષણ પ્રણાલી પ્રત્યેનો દૃષ્ટિકોણ ઝડપથી બદલાયો છે.

આજના ડિજિટલ યુગમાં સાક્ષરતાની વ્યાખ્યા પણ બદલાઈ છે. હવે માત્ર અક્ષરજ્ઞાન પૂરતું નથી, પરંતુ ડિજિટલ અને વૈજ્ઞાનિક સાક્ષરતા પણ એટલી જ જરૂરી છે. સરકારી શાળાઓ હવે આ બદલાવનું નેતૃત્વ કરી રહી છે. સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરી અને ડિજિટલ લર્નિંગ મટીરિયલ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કોઈપણ શૈક્ષણિક ક્રાંતિના મૂળમાં શિક્ષકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. અમદાવાદના તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકોએ સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો ઉપયોગ કરીને શિક્ષણને પ્રયોગાત્મક અને જીવંત બનાવ્યું છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતાઓને ઓળખીને તેમને યોગ્ય દિશા આપવાના શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો સરકારી શાળાઓને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની સરકારી શાળાઓમાં જોવા મળતું આ પરિવર્તન એ માત્ર ભૌતિક માળખાનો બદલાવ નથી, પરંતુ તે વાલીઓના પુનઃસ્થાપિત વિશ્વાસ, વિદ્યાર્થીઓ માટે ખૂલેલી નવી તકો અને શિક્ષકોની સમર્પિત કાર્યશૈલીનું પ્રતીક છે. રાજ્ય સરકારની શિક્ષણલક્ષી નીતિઓ અને શિક્ષકોના ભગીરથ પ્રયાસોના સમન્વયથી સરકારી શાળાઓ ગુણવત્તાસભર સાક્ષરતાનું નવું સરનામું બની રહી છે.