માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન સાથે સમાજમાં વાંચનની ટેવને પુનઃજીવંત કરવાના ઉમદા હેતુથી શ્રી અરવિંદ કેન્દ્ર, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે માતૃભાષા અભિયાનના સહયોગથી તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘પુસ્તક પરબ’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રી અરવિંદ કેન્દ્રના ચેરમેન ડૉ. તન્નાસાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટીગણના સહયોગ અને પ્રોત્સાહનથી આયોજિત આ પુસ્તક પરબ સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે વાંચનપ્રેમને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ બની છે. પુસ્તક પરબનું ઉદ્ઘાટન આર્ય સમાજના સ્વામી હરિશ્વરાનંદજી, મહેન્દ્ર મુનિજી, આચાર્યગણ તથા સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી એમ. ડી. વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સંસ્થાના ટ્રસ્ટી ડૉ. દીપકભાઈ પંડ્યા તથા માતૃભાષા અભિયાનના ડૉ. પારસભાઈના સહયોગથી શ્રી અરવિંદ કેન્દ્ર અને માતૃભાષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીમતી પારુલબેન મહેતા, સુશ્રી અનિતાબેન ચાવડા, શ્રીમતી રીંકુબેન ઉપાધ્યાય તથા શ્રીમતી એકતાબેન યાજ્ઞિકે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
પુસ્તક પરબના પ્રથમ દિવસે જ ગાંધીનગરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ સાહિત્યિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. સાહિત્યસભાના કારોબારી મંડળના ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ વાઘેલા, શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ સહિત કારોબારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના શ્રી રાજુભાઈ રાજગોર સહિત અન્ય મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં જોડાઈ પુસ્તક પરબને આવકાર્યો હતો. ભારતીય વિચાર મંચના દ્વારા આયોજિત વાચક ગોષ્ઠીના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
માતૃભાષા અભિયાનના સહકાર્યકર શ્રી ભાવિન શેઠે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો, જ્યારે ચિંતન દવેએ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સહકાર આપ્યો હતો.
વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સાહિત્ય પ્રત્યે રુચિ વધારવાના હેતુથી યોજાયેલા આ પુસ્તક પરબને પ્રથમ દિવસથી જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. બાળકો, યુવાનો અને વડીલો સહિત અંદાજે ૮૦થી ૧૦૦ જેટલા વાચકોએ પુસ્તક પરબની મુલાકાત લઈ પુસ્તકો પ્રત્યેનો પોતાનો રસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નવી પેઢીને પુસ્તકો સાથે જોડવી અને વાંચનની ટેવ વિકસાવવી સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. પુસ્તકો માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના વિચારવિશ્વને વિસ્તૃત કરવાની અને સમાજમાં ચિંતનશીલતા વિકસાવવાની શક્તિ ધરાવે છે. આવા પુસ્તક પરબો વાંચનપ્રેમ જગાડવાની સાથે માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન તથા સંવર્ધનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પ્રસંગે ડૉ. અજયભાઈ રાવલ, ભરતભાઈ ગોહેલ, સોનલબેન રાવલ, ધરમેશભાઈ જોશી, ડૉ. પી. સી. પટેલ સહિત અનેક મહાનુભાવોએ પુસ્તકોની ભેટ આપી પુસ્તક પરબના હેતુને વધુ બળ આપ્યું હતું.
શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે શરૂ થયેલા આ પુસ્તક પરબને પ્રથમ દિવસે મળેલો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ વાંચનપ્રેમીઓ માટે આશાસ્પદ બની રહ્યો છે. આગામી દિવસોમાં વધુને વધુ લોકો પુસ્તક પરબની મુલાકાત લે, પુસ્તકો સાથે જોડાય અને સમાજમાં વાંચનની સંસ્કૃતિ વધુ મજબૂત બને તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

