આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કેડેવર અંગદાન કરનાર સ્વ. શ્રી ભલાભાઈ છગનભાઈ હળપતિના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની સંવેદનામાં સહભાગી બન્યા હતાં તેમજ અંગદાન માટે લેવામાં આવેલા તેમના નિર્ણયને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી બિરદાવ્યું હતું

નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પારૂલબેન વડગામા, rmo ડૉ કેતનભાઈ નાયક, નોડલ ઓફિસ ડૉ નિલેશભાઈ કાછડીયા, નર્સિંગ ,કડીવાલા , તબીબો , સફાઈ કર્મી, સિક્યોરિટી અને આરોગ્ય કર્મચારીઓએ પણ પરિવારના આ નિર્ણયને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આવા નિર્ણયો અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

જાહેરાતAdvertisement

નવસારી જિલ્લાના અંબાડા ગામના રહેવાસી અને ખેતમજૂર પરિવાર સાથે સંકળાયેલા 56 વર્ષીય *શ્રી ભલાભાઈ છગનભાઈ હળપતિ* ના અવસાન બાદ તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી સમાજને પ્રેરણા મળે તેવો અનુશરણીય દાખલો સ્થાપિત કર્યો છે. શ્રી ભલાભાઈ હળપતિ સુરત નવી સિવિલ હોસ્પિટલના 100મા કેડેવર ડોનર બન્યા છે, જે હોસ્પિટલના અંગદાન અભિયાનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન ઘટના છે.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી પ્રાર્થના કાર્યક્રમમાં જોડાયા હતાં અને સ્વ. ભલાભાઈના પત્ની શ્રીમતી લલિતાબેન, પુત્રીઓ સોનલબેન તેમજ રેખાબેન અને પુત્ર ઉત્તમભાઈ સાથે મુલાકાત કરી તેમને હિંમત અને સાંત્વના આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અસંખ્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અંગદાન એ જીવન પછી પણ જીવન આપવાની મહાન ભાવના છે. એક વ્યક્તિના અંગો અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવી આશા અને નવો ઉજાસ લાવી શકે છે. સ્વ. ભલાભાઈ હળપતિના પરિવાર દ્વારા દર્શાવવામાં આવેલો આ સેવાભાવ સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ છે. વધુમાં વધુ લોકો અંગદાનના મહત્વને સમજે અને આ પવિત્ર કાર્ય સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સ્વ. ભલાભાઈ હળપતિના પરિવાર દ્વારા અપાયેલો આ માનવતાનો સંદેશ સમગ્ર સમાજને સેવા, સમર્પણ અને જીવનદાનની ભાવના સાથે જોડાવા માટે પ્રેરિત કરનાર બન્યો છે.