રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસો નોંધી રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તા. ૧લી સપ્ટેમ્બરથી આગામી તા.૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
રાજ્યભરમાં ‘રોંગ સાઈડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો સામે તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગના ૩૬,૧૫૯ કેસો નોંધી કુલ રૂ. ૩,૬૪,૫૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે અને ઓવર સ્પીડિંગના ૩૮,૦૮૩ કેસો નોંધી કુલ રૂ. ૧,૬૯,૨૬,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ ઓગસ્ટ માસમાં કુલ ૭૪,૨૪૨ કેસો નોંધીને રૂ. ૫,૩૩,૭૮,૯૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગના ૧૦,૪૦૮ કેસ તથા સ્ટેટ હાઇવે તેમજ અન્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના ૨૦,૮૧૩ કેસ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટ્રાફિક અવરોધતા વાહનો સામે ૫,૦૭૮ કેસ કરી ૫૮૦ વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળે છે.
આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં તા. ૦૧/૦૯/૨૦૨૬ થી તા. ૧૪/૧૦/૨૦૨૬ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આ ડ્રાઇવના મુખ્ય ઉદ્દેશ નંબર પ્લેટ વગરના, અસ્પષ્ટ કે નિયમવિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉપરાંત વાહનોની ઓળખ સુદૃઢ બનાવી ચોરી થયેલાં વાહનો શોધી કાઢવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના થતા સંભવિત દુરુપયોગને સંપૂર્ણપણે રોકવાનો છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શ્રી વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ માત્ર પોલીસતંત્રની જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયારી સામાજિક જવાબદારી છે. પોતાના વાહનમાં આરટીઓના નિયમો અનુસારની માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબર પ્લેટ લગાવેલી છે તેની તાત્કાલિક ખાતરી કરવી તેમજ નંબર પ્લેટ સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરવા. હંમેશા નિયત સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું અને પોતાની નિર્ધારિત લેનમાં જ રહેવું. ક્યારેય પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું, કારણ કે તે અન્ય નાગરિકોના જીવન માટે અત્યંત જોખમી સાબિત થાય છે. નેશનલ કે સ્ટેટ હાઇવે તથા મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરવી. ટ્રાફિક નિયમોનું પાલન કરી અકસ્માતમુક્ત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ છે.

