ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ મળે તે માટે રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી-2020 થી અમલમાં મૂકવામાં આવી છે. હોમસ્ટે દ્વારા પ્રવાસીઓને હોટેલ કરતાં અલગ, સ્થાનિક પરિવાર સાથે રહીને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક ભોજન અને જીવનશૈલીનો વાસ્તવિક અનુભવ મેળવવાની તક મળે છે.

ગુજરાતના વિકસતા પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગામી સમયમાં હોમસ્ટે એકમો મહત્વપૂર્ણ એસેટ તરીકે ઉભરી શકે છે. રાજ્યમાં વિવિધ મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો, ઉત્સવો, કોન્ફરન્સ અને પ્રવાસન આધારિત મેગા ઇવેન્ટ્સ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્રવાસીઓ માટે વધારાની અને વૈવિધ્યસભર આવાસ ક્ષમતાની જરૂરિયાત ઊભી થશે. આવા સમયે નોંધાયેલ અને ગુણવત્તાયુક્ત હોમસ્ટે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

હોમસ્ટે માત્ર આવાસની સુવિધા પૂરતી મર્યાદિત ન રહીને અનુભવ આધારિત પ્રવાસન ને પ્રોત્સાહન આપે છે. ગ્રામ્ય જીવનશૈલી, હસ્તકલા, સ્થાનિક ભોજન અને પરંપરાગત આતિથ્યનો અનુભવ પ્રવાસીઓને કરાવી શકાય છે. સાથે જ તે ગ્રામ્ય રોજગારી અને મહિલાઓના સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે.

હોટેલ શ્રેણી માં જેમ સુવિધાઓ ના આધારે વન સ્ટાર થી લઈને 7 સ્ટાર સુધીની કેટેગરી હોય છે તેમ હોમ સ્ટે માં સિલ્વર , ગોલ્ડ અને પ્લેટિનમ શ્રેણી હોય છે. જે અંતર્ગત ગુજરાતમાં હાલ 255 સિલ્વર, 8 ગોલ્ડ અને 7 પ્લેટિનમ કેટેગરીના હોમસ્ટેનો આમ કુલ 270 હોમ સ્ટે નોંધાયેલ છે.

હોમસ્ટે માલિકોને પ્રવાસન કમિશ્નરની કચેરી દ્વારા ટૂંકાગાળાની તાલીમ અને માર્કેટિંગ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નોંધાયેલ હોમસ્ટેની વિગતો ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી પ્રવાસીઓને આવા એકમો અંગે માહિતી સરળતાથી મળી શકે.

હોમસ્ટે ક્ષેત્રના વિસ્તરણથી સ્થાનિક લોકો માટે વધારાની આવક અને રોજગારીની તકો, સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાને બજાર તથા પ્રવાસીઓને વધુ અધિકૃત અને વ્યક્તિગત પ્રવાસન અનુભવ મળી શકે છે. આથી ગુજરાતમાં પ્રવાસનના લાભોને શહેરોની બહાર ગ્રામ્ય અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચાડવામાં પણ હોમસ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

જાહેરાતAdvertisement

હોમસ્ટે તરીકે નોંધણી કરવા ઇચ્છુક નાગરિકો પ્રવાસન કમિશ્નરની કચેરીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે:

હોમસ્ટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો: https://commissionertourism.gujarat.gov.in/

નોંધણી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ સ્થળની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે અને સુવિધાઓના આધારે હોમસ્ટેને પ્લેટિનમ, ગોલ્ડ અથવા સિલ્વર કેટેગરી આપવામાં આવે છે.

આગામી સમયમાં ગુજરાતમાં પ્રવાસનનો વ્યાપ વધવાની સાથે હોમસ્ટે ક્ષેત્ર સ્થાનિક આતિથ્ય, સંસ્કૃતિ અને રોજગારીને જોડતું મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે, જેના પરિણામે રાજ્યના સમગ્ર પ્રવાસન અને હોસ્પિટાલિટી ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે.