ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતું. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારનું સ્વાગત કર્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારની બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ સૌ પ્રથમ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવવા માટે ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) પરિસરની મુલાકાત લઈને પ્રબુદ્ધ નાગરિકો સાથે 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી' વિષય પર સંવાદ સાધશે.
મુલાકાતના બીજા દિવસે, ૧૧ સપ્ટેમ્બરે, તેઓ ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ હોલ ખાતે રાજ્યભરના ૫૦૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ સાધશે. ત્યારબાદ, તેઓ શેલા સ્થિત AUDA ઓડિયોરિયમ ખાતે ૧૦૦૦થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યોને પ્રોત્સાહિત કરશે અને તેમની સાથે સંવાદ કરશે.

