સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિષ્ઠિત રમત પુરસ્કારો માટે ૧૧ સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

રાજ્યમાં રમતગમત સંસ્કૃતિને વેગ આપવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 'એકલવ્ય એવોર્ડ', 'સરદાર પટેલ એવોર્ડ' તેમજ 'જયદીપસિંહજી સિનિયર/જુનિયર એવોર્ડ' યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જે ખેલાડીઓએ વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય તેવા જ ખેલાડીઓ આ એવોર્ડ માટે અરજી કરી શકશે.પાત્રતા ધરાવતા ખેલાડીઓએ તા. ૧૧/૦૯/૨૦૨૬ થી તા. ૧૫/૧૦/૨૦૨૬ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અધિકૃત વેબસાઈટ http://sportsauthority.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે. નિયત સમયમર્યાદામાં પાત્રતા ધરાવતા ગાંધીનગર જિલ્લાના તમામ રમતવીરોને પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવા રમતગમત અધિકારીશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.