ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમાર આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ સૌપ્રથમ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ આશ્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી ત્યાં તેઓએ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત લઈ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમાર પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, “જે પવિત્ર સ્થળેથી વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસર્યો છે, તે પવિત્ર સ્થળની મુલાકાત લેવી મારા માટે સન્માનની વાત છે.”

મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ગાંધી આશ્રમના નવીનીકરણના પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.