વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોનું ઘડતર જરૂરી છે—આ વિચાર સાથે અમદાવાદમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને પોઈસીસ એચિવમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિકોલ વિધાનસભા વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નિકોલ વિધાનસભા વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ‘બાળકોનો વ્યક્તિત્વ વિકાસ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

જાહેરાતAdvertisement

કાર્યક્રમના પ્રારંભે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે વાલીઓ અને શિક્ષકોએ પહેલાં પોતાનું ઘડતર કરવું જરૂરી છે.

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, તેમની અંદર રહેલી ક્ષમતાઓ બહાર આવે અને તેઓ સમાજ માટે સારા નાગરિક બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ આવવા, સમયસર પહોંચવા, શીખેલી બાબતોનો દૈનિક જીવનમાં અમલ કરવા અને કોઈપણ પ્રશ્નનો સંકોચ વિના જવાબ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, યુવાનો અને શિક્ષકોના માર્ગદર્શન માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. 100 યુવાનો અને 100 શિક્ષકોને AMA—Ahmedabad Management Associationના માધ્યમથી તાલીમ આપવાનું આયોજન છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

છેલ્લા કેટલાક વર્ષોથી નિકોલ વિધાનસભાની મ્યુનિસિપલ શાળાઓમાં વિવિધ શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

પોઈસીસ એચિવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં વિવિધ વિષયોના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સેશન યોજાશે, જેથી વિદ્યાર્થીઓમાં સારી ટેવોનું નિર્માણ થાય અને તેઓ જવાબદાર તથા આદર્શ નાગરિક બની શકે.