ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ઈનોવેશન ક્લબ દ્વારા ઉદ્યમીતા પખવાડા ઉજવણી અંતર્ગત સફળ ઉદ્યોગ સાહસીક જયંતીલાલ ચીક્કીવાળા સાથે વિધાર્થીઓના સંવાદનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમની શરૂઆત વિધાર્થિનીઓ દ્વારા સંસ્થાની પ્રાર્થના અને પરંપરા અનુસાર તુલસી પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું હતું, પિતૃક વ્યવસાય અને પોતાના અભ્યાસનો સુભગ સમન્વય સાધીને પિતાજી જયંતીલાલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુણવત્તાયુક્ત કચરિયાંના નાના સ્થાનીક વેપારને એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપીત કરવાની જવાબદારી પિતા સાથે યુવા ઉદ્યોગસાહસીક આદિત્ય પટેલે કેવા અને કેટલા પડકારોનાં સામના સાથે સફળતા પૂર્વક નિભાવી તેના અનુભવો જણાવ્યા, સાથે યુવાનોને જણાવ્યું કે "આપણી આસપાસ અઢળક સ્થાનીક તકો ઉપલબ્ધ છે માત્ર તેને ઓળખવાની જરૂર છે, જે ઓળખી શકે છે તે સફળતા પ્રાપ્ત કરી શકે છે" સાતત્યપૂર્ણ ગુણવતા અને અડગ વિશ્વાસ જરૂરી છે, કોલેજના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવે એ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્તરે સ્વસહાય જૂથો બનાવી સ્થાનીક પેદાશોના પેકેજીંગ, બ્રાન્ડિંગ અને વિતરણ કરવામાં આવે તો ઘણા સુંદર પરીણામ મળી શકે છે અને સાથે સ્થળાંતર અટકાવી શકાય છે જેના કારણે શહેરીકરણ ની સમસ્યાનું સમાધાન થઈ શકે છે સાથે આગામી સમયમાં સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ આવા વિધાર્થીઓના સમૂહો બનાવી તે પેદાશોને માર્કેટ કરવા ચોક્કસ યોજના બનાવવા પ્રયત્નશીલ રહેશે, ઉપસ્થિત વિધાર્થીઓએ આદિત્ય પટેલને વ્યવસાય સ્થાપના અને સફળ બનાવવા સંદર્ભે પોતાના પ્રશ્નો પૂછ્યા અને આદિત્ય પટેલ દ્વારા સમાધાન આપવામાં આવ્યું, સમગ્ર ઉદ્યમિતા પખવાડીયાનું આયોજન ઇનોવેશન ક્લબ સાંયોજિકા પ્રા. શ્વેતા પંવાર અને ડૉ. લલીતા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સંચાલન ડૉ. કૃષ્ણવિરસિંહ ઝાલા અને "જયંતીલાલ ચીક્કીવાળા" એકમનો પરિચય પ્રા. મહર્ષી તહેવાર દ્વારા ખુબજ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો
સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે ઉદ્યમીતા પખવાડા અંતર્ગત યુવા ઉદ્યોગસાહસીક સાથે સંવાદ
Thursday, 10 September 2026 at 10:51 pm

