ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે“National Conference on Coastal Ecology, Security and Sustainability”નું આયોજન કરવામાં આવ્યું છે. 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે.

આ પરિષદનું આયોજન ભારત સરકારના Ministry of Earth Sciences, સીમા જાગરણ મંચ, સિલ્વર ઑક યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

જાહેરાતAdvertisement

કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સીમા જાગરણ મંચના અખિલ ભારતીય સંયોજક શ્રી મુરલીધર ભીંડે, ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પ્રો. ડૉ. જગદીશ જોશી, વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સંદીપ મુખોપાધ્યાય સહિત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વૈજ્ઞાનિકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

દરિયાઈ પર્યાવરણથી લઈને સુરક્ષા સુધીના મુદ્દાઓ પર મંથન

આ રાષ્ટ્રીય પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વિશાળ દરિયાકાંઠાના પર્યાવરણનું સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ટકાઉ વિકાસ અને કોસ્ટલ સમુદાયોના વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને વિચારવિમર્શ કરવાનો છે.

આ ઉપરાંત મેરિટાઈમ ક્ષેત્રમાં સંશોધન, નવીન વિચારો અને જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો પણ પરિષદનો મુખ્ય હેતુ છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ, મેરિટાઈમ ક્ષેત્ર અને ટકાઉ વિકાસ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે કોન્ફરન્સ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને રિસર્ચ સ્કોલર્સ દ્વારા વિવિધ વિષયો પર આશરે 160 સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે.

સમાપન સમારોહમાં બે મહત્વપૂર્ણ લોન્ચિંગ

આ કોન્ફરન્સના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીની બે મહત્વપૂર્ણ પહેલોનું લોન્ચિંગ કરવામાં આવશે.

જેમાં પ્રથમ છે “Gujarat University Alumni Connect” Digital Portal.

આ પોર્ટલના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ એટલે કે Alumni સાથે વધુ સુવ્યવસ્થિત અને સક્રિય જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

યુનિવર્સિટી અને તેના પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન, અનુભવ અને વ્યાવસાયિક નેટવર્કનું આદાન-પ્રદાન વધુ મજબૂત બને તે દિશામાં આ પોર્ટલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

139 દુર્લભ પુસ્તકોનો ડિજિટલ સંગ્રહ

આ સાથે ગુજરાત યુનિવર્સિટીના ડિજિટલ પ્રકાશન “A Collection of 139 Rare Books”નું પણ લોન્ચિંગ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના સમૃદ્ધ જ્ઞાનવારસા અને દુર્લભ સાહિત્યિક તથા શૈક્ષણિક સંગ્રહને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવશે. જેના કારણે આ દુર્લભ પુસ્તકો સંશોધકો, વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમીઓ સુધી વધુ સરળતાથી પહોંચી શકશે.

રાષ્ટ્રીય સ્તરે ગુજરાત યુનિવર્સિટીની નવી પહેલો

આ સમગ્ર રાષ્ટ્રીય પરિષદ ભારતના દરિયાકાંઠાના પર્યાવરણ, દરિયાઈ સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તરે સંવાદ અને સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

સાથે જ ગુજરાત યુનિવર્સિટીની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, જ્ઞાન સંરક્ષણ અને Alumni Engagement ક્ષેત્રે થઈ રહેલી નવી પહેલોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક પણ મળશે.