ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા આજ રોજ- તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘જાહેર પરીક્ષાઓમાં સુધારાઓ’ વિષયના રાજ્યકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદના ઉદ્ઘાટન સત્રમાં ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલની અધ્યક્ષ સ્થાને હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની ઉપસ્થિત હતા. જેમાં જાહેર પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શક, સર્વસમાવેશક અને ભવિષ્યલક્ષી બનાવવા અંગે વિવિધ પાસાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
અલગ અલગ 4 ટેકનિકલ સેશનમાં આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિગતો નીચે મુજબ છે:

ટેકનિકલ સત્ર 1: પરીક્ષાની સુરક્ષા અને અખંડિતતા
આ પ્રથમ ટેકનિકલ સત્રના અધ્યક્ષ તરીકે ડૉ. ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નિષ્ણાત પેનલના સભ્યો તરીકે શ્રી અસિત વોરા અને શ્રી ડી. એસ. પટેલ જોડાયા હતા. આ સત્રમાં મુખ્યત્વે પરીક્ષા સંચાલન વ્યવસ્થા, સંસ્થાકીય જવાબદારી અને જાહેર પરીક્ષાઓના સુરક્ષિત આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા, તેને શોધી કાઢવા અને તેના નિવારણ માટેના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ટેકનિકલ સત્ર 2: પરીક્ષા પદ્ધતિનું માળખું, મૂલ્યાંકન અને ટેકનોલોજી
બીજા સત્રના અધ્યક્ષપદે ડૉ. કલ્પેશ પરીખ રહ્યા હતા અને નિષ્ણાતો તરીકે શ્રી એ. બી. રાદડિયા તથા પ્રો. નિલેશ મોદીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સત્રમાં પરીક્ષાના પ્રશ્નપત્રોની રચના અને આધુનિક મૂલ્યાંકન પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ, પરીક્ષા પ્રક્રિયાને વધુ સદ્રઢ બનાવવા માટે સુરક્ષિત કમ્પ્યુટર-આધારિત ટેસ્ટિંગ (CBT) સહિતની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ટેકનિકલ સત્ર 3: પરીક્ષાનું માળખું અને સમાવેશી પહોંચ
આ સત્રની અધ્યક્ષતા પ્રો. આશુતોષ બેડેકરે કરી હતી, જ્યારે વિષય નિષ્ણાતો તરીકે શ્રી નૃપલ શાહ, શ્રી સમીર પટેલ અને ડૉ. સચિન પરીખ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં પરીક્ષાના ભૌતિક માળખાકીય સુવિધાઓના વિકાસ અને તેને વધુ મજબૂત બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સામાજિક, આર્થિક, પ્રાદેશિક અને ભાષાકીય ભેદભાવ વગર તમામ વર્ગના વિદ્યાર્થીઓ સુધી પરીક્ષાની સુલભ પહોંચ બને તેવા સમાવેશી માળખા અંગે પરામર્શ થયો હતો.
ટેકનિકલ સત્ર 4: પારદર્શિતા, હિતધારકોની ભાગીદારી અને વિદ્યાર્થી કલ્યાણ
ચોથા અને અંતિમ સત્રના અધ્યક્ષ પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની હતા અને પેનલ નિષ્ણાતો તરીકે ડૉ. પ્રશાંત ભીમાણી તેમજ ડૉ. એમ. એન. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, ફરિયાદોના નિવારણ અને હિતધારકો સાથેના સંવાદ પર ચર્ચા થઈ હતી. સૌથી મહત્વનું, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહે અને તેમનું કલ્યાણ થાય તે માટેના સકારાત્મક પગલાંઓ સૂચવવામાં આવ્યા હતા.
પરિસંવાદના અંતિમ ચરણમાં, જેમાં કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં પ્રો. પ્રેમાનંદ મિશ્રા દ્વારા જાહેર પરીક્ષાઓમાં સુધારા અંગેનો મહત્વનો ડ્રાફ્ટ (મુસદ્દો) રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પરિસંવાદ જાહેર પરીક્ષા વ્યવસ્થાને વધુ વિશ્વસનીય, સમાનતાપૂર્ણ અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવવાની દિશામાં વિચારવિમર્શ માટે મહત્વપૂર્ણ મંચ બની રહી હતી.

