ગુજરાતનો દરિયાકાંઠો માત્ર ભૌગોલિક સીમા નથી પરંતુ વિકાસનો માર્ગ, સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર, સાંસ્કૃતિક વિરાસત અને લાખો લોકોની આજીવિકાનો આધાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરિયાકાંઠાની સંભાવનાઓને નજીકથી સમજીને તેને પોર્ટ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને પર્યાવરણના સર્વાંગી વિકાસના ગેટવે તરીકે જોવાનું વિઝન આપ્યું છે.

•ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. આપણે છોડમાં પણ રણછોડ જોવાની સંસ્કૃતિમાં માનીએ છીએ.
•ગ્રીન પોર્ટ્સ, સસ્ટેનેબલ શિપિંગ, કોસ્ટલ કનેક્ટિવિટી, સસ્ટેનેબલ ફિશરીઝ અને રિસ્પોન્સિબલ કોસ્ટલ ટુરિઝમ દ્વારા ગુજરાત વિકાસનું નવું મોડલ ઊભું કરી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં ‘કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી એન્ડ સસ્ટેનબિલિટી’ વિષયક નેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ દરિયાઈ વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષા અને તટીય વિસ્તારોના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના કાર્યમંત્રને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના સહિયારા પ્રયાસો જરૂરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ફરીથી ‘સોને કી ચીડિયા’ તરીકે વિશ્વમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. આ માટે નાના-નાના પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસોને પણ જોડીને રાષ્ટ્રનિર્માણમાં સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવી જરૂરી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
તેમણે જણાવ્યું કે ગુજરાતનો દરિયાકાંઠો માત્ર ભૌગોલિક સીમા નથી પરંતુ વિકાસનો માર્ગ, સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર, સાંસ્કૃતિક વિરાસત અને લાખો લોકોની આજીવિકાનો આધાર છે. હજારો વર્ષ પહેલાં લોથલના બંદરથી ગુજરાતના વેપારીઓ વિશ્વ સાથે જોડાયા હતા. આજે મુન્દ્રા અને કંડલા જેવા બંદરો ગુજરાતને વૈશ્વિક વેપારના નકશા પર અગ્રેસર સ્થાન અપાવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરિયાકાંઠાની સંભાવનાઓને નજીકથી સમજીને તેને પોર્ટ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને પર્યાવરણના સર્વાંગી વિકાસના ગેટવે તરીકે જોવાનું વિઝન આપ્યું છે. આ વિઝન આજે દેશમાં બ્લુ ઈકોનોમીની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વિકાસની સપ્તધારા’ના સંકલ્પમાં બ્લુ ઈકોનોમીનું મહત્વપૂર્ણ સ્થાન છે. કોસ્ટલ ભારત, સપ્તધારા અને વિકસિત ભારત-૨૦૪૭ની થીમ સાથે યોજાયેલી આ નેશનલ કોન્ફરન્સ સમયોચિત અને મહત્વપૂર્ણ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહ્યું છે અને દરિયાઈ અર્થતંત્ર, પર્યાવરણીય સંરક્ષણ, સુરક્ષા તથા સસ્ટેનેબિલિટી માટેની નવી વ્યૂહરચનાઓમાં પણ નેતૃત્વ કરવા સજ્જ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ, દરિયાઈ જળસ્તરમાં વધારો, તટીય ધોવાણ, સમુદ્રી પ્રદૂષણ અને પ્લાસ્ટિક વેસ્ટ જેવી સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ગંભીર પડકાર બની છે. વિકાસ એવો હોવો જોઈએ જેમાં પ્રગતિની સાથે પ્રકૃતિ, ઉદ્યોગની સાથે પર્યાવરણ સુરક્ષા અને રોજગારની સાથે દરિયાઈ જૈવવિવિધતાનું સંરક્ષણ પણ હોય. આ જ સાચી સસ્ટેનેબિલિટી છે.
તેમણે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાની પરંપરા પ્રાચીન સમયથી રહી છે. આપણે છોડમાં પણ રણછોડ જોવાની સંસ્કૃતિમાં માનીએ છીએ. મેન્ગ્રૂવનું વૃક્ષ દરિયાકાંઠાના ગામડાઓ માટે સુરક્ષાની દીવાલ, માછીમારોના જીવન માટે આશાનો આધાર અને અનેક જળચર જીવો માટે ઘર સમાન છે. ચક્રવાત અને વાવાઝોડા સમયે મેંગ્રોવ પ્રકૃતિની ઢાલ બનીને દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરે છે. સરકાર દ્વારા મેન્ગ્રૂવ સંરક્ષણ અને વાવેતર માટે હાથ ધરાયેલા પ્રયાસો મહત્વપૂર્ણ છે પરંતુ કુદરતનું રક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી. કોસ્ટલ ઈકોલોજીનું સંરક્ષણ સરકાર અને સમાજની સામૂહિક જવાબદારી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા સાગર ખેડૂ ભાઈ-બહેનો સમુદ્રના રક્ષક પણ છે. સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના સહિતના પ્રયાસો દ્વારા માછીમાર સમાજના જીવનધોરણને ઊંચું લાવવાની કામગીરી થઈ રહી છે. આધુનિક બોટ, ડીઝલ સબસિડી, સુરક્ષા સાધનો અને સેટેલાઈટ આધારિત નેવિગેશન જેવી સુવિધાઓથી તેમની આજીવિકા અને સુરક્ષામાં સુધારો થઈ રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે ૨૧મી સદીમાં દરિયાઈ સુરક્ષા ટેકનોલોજી આધારિત બની રહી છે. સેટેલાઈટ મોનિટરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રિમોટ સેન્સિંગ, ડ્રોન અને સ્માર્ટ બોટ જેવી ટેકનોલોજીથી દરિયાને વધુ સારી રીતે સમજવા, મોનિટર કરવા અને સુરક્ષિત બનાવવામાં મદદ મળી શકે છે. ગુજરાતે ચક્રવાત દરમિયાન ટેકનોલોજી, વહીવટી તંત્ર અને માનવીય સંવેદનાના સમન્વયથી ઝીરો કેઝ્યુઅલ્ટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સિદ્ધિ એ સંદેશ આપે છે કે આપત્તિને રોકી શકાતી નથી પરંતુ આપત્તિ સામેની તૈયારી મજબૂત બનાવી માનવજીવનને મહત્તમ સુરક્ષિત કરી શકાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રીન પોર્ટ્સ, સસ્ટેનેબલ શિપિંગ, કોસ્ટલ કનેક્ટિવિટી, સસ્ટેનેબલ ફિશરીઝ અને રિસ્પોન્સિબલ કોસ્ટલ ટુરિઝમ દ્વારા ગુજરાત વિકાસનું નવું મોડલ ઊભું કરી શકે છે. અર્થતંત્ર અને પર્યાવરણ એકબીજાના વિરોધી નહીં, પરંતુ પરસ્પર સહયોગી છે. આ અભિગમ વિકસિત ભારત માટે વિકસિત અને સમૃદ્ધ ગુજરાતનો આધાર બનશે. તેમણે આ કોન્ફરન્સ માત્ર પેપર પ્રેઝન્ટેશન અને ચર્ચા પૂરતી સીમિત ન રહે, પરંતુ અહીંથી પ્રાપ્ત વિચારો સરકારની નીતિઓને નવી દિશા આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં સૌ સાથે મળીને એવા ગુજરાતનું નિર્માણ કરીએ જ્યાં દરિયાની લહેરોમાં વિકાસની ગતિ, મેન્ગ્રૂવની હરિયાળીમાં પ્રકૃતિની સુરક્ષા, માછીમારોના ચહેરા પર સમૃદ્ધિનું સ્મિત અને દરિયાઈ સીમાઓ પર રાષ્ટ્રસુરક્ષાની અડગ દીવાલ હોય તેવો સંકલ્પ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) માટેના ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ તેમજ ઐતિહાસિક ડિજિટલ રિપોઝિટરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. જગદીશ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ સમારોહમાં આર.એસ.એસ.ના સહ ક્ષેત્ર પ્રચારક શ્રી ડૉ. ચિંતનભાઈ ઉપાધ્યાય, મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, સીમા જાગરણ મંચના અખિલ ભારતીય સહ સંયોજક શ્રી નિમસિંહ રાઠોડ, ગુજરાતના સંયોજક શ્રી જીવણભાઈ આહીર, પૃથ્વી વિજ્ઞાન વિભાગના સચિવ ડૉ. શ્રીનિવાસ કુમાર સહિત અગ્રણીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

