અમદાવાદ મા એ એમ એ ના જેબી ઓડિટોરિયમ ખાતે ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા “જીવનનો સેતુ : સંવાદ!” કાર્યક્રમમાં જીવનના વિવિધ તબક્કાઓ અને સંબંધોને લગતા મહત્વપૂર્ણ વિષયો પર અર્થસભર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરાવસ્થા, માનસિક આરોગ્ય, ડિજિટલ યુગમાં સંતુલિત જીવન, ગર્લ સંસ્કાર, માનવીય મૂલ્યો તેમજ નવયુગલો માટે સ્વસ્થ અને સંવાદપૂર્ણ સંબંધો જેવા વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પ્રખ્યાત પત્રકાર અને જમાવટ ના ફાઉન્ડર દેવાંશી જોશી, જાણીતા સાહિત્યકાર રામ મોરી અને અનુભવી શિક્ષણવિદ્ દીપક તરિયા સહિતના વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ ખાસ કરીને આજના સમયમાં પરિવાર અને સમાજમાં સંવાદ, સમજણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. કિશોરાવસ્થાથી લઈને ગર્ભ સંસ્કાર અને ત્યાંથી નવયુગલોના સ્વસ્થ સંબંધો સુધીના વિવિધ પાસાઓને સંવાદના માધ્યમથી સમજાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રના આગેવાનો અને વિશિષ્ટ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. “જીવનનો સેતુ : સંવાદ!” માત્ર વિચારોની આપ-લે પૂરતો કાર્યક્રમ ન રહેતા, સંબંધોને સમજવા અને માનવીય મૂલ્યોને જીવનમાં ઉતારવાનો એક સુંદર પ્રયાસ બની રહ્યો હતો આ પ્રસંગે ઉત્કર્ષ ટ્રસ્ટના સ્થાપક રેખાબેન અધ્વર્યું એ જણાવ્યું હતું કે સમાજમાં સંવાદ અને સંસ્કાર આજના યુવાઓ અપનાવે અને અનુભવે તે હેતુથી જીવનનો સેતુ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જીવન સેતુ સંપર્ક પુસ્તિકા નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું
અમદાવાદમાં ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સંવાદ સંસ્કાર અને માનવીય મૂલ્યો ઉપર યોજાઈ ચર્ચા
Sunday, 13 September 2026 at 09:58 am

YouTube વિડિઓ
