વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને યોજાયેલા ગણેશ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પીયૂષ ગોયલના ઘરે પહોંચેલા પીએમ મોદીએ સૌપ્રથમ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના કરી.

જાહેરાતAdvertisement

આ દરમિયાન પીએમ મોદીએ ભગવાન ગણેશ સમક્ષ દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.

ગણેશ ચતુર્થીના પાવન પર્વે પીએમ મોદીની આ ધાર્મિક હાજરીનો વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપ્પાના દર્શન કરતા જોવા મળે છે.

દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લઈને દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી.