અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) દ્વારા કાલા રામજી મંદિર, ખાડિયા ખાતે હેરિટેજ હોમ ઓનર્સ અને હેરિટેજ સ્ટેકહોલ્ડર્સ માટે કમ્યુનિટી કન્સલ્ટેશન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટીંગ દરમિયાન હેરિટેજ મકાનોના રીસ્ટોરેશન માટેની અરજી પ્રક્રિયા તેમજ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) સંબંધિત પ્રક્રિયાની સરળ અને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે AWHCT ટ્રસ્ટ દ્વારા હેરિટેજ મિલકતધારકોને ઉપલબ્ધ વિવિધ સહાય અને માર્ગદર્શન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મિટીંગમાં ઉપસ્થિત હેરિટેજ હોમ ઓનર્સ અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના યોગ્ય ઉકેલ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાડિયા વિસ્તારના અંદાજે 20 જેટલા હેરિટેજ હોમ ઓનર્સ અને હેરિટેજ સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. AWHCT ટ્રસ્ટ તરફથી કોન્ઝર્વેશન આર્કિટેક્ટ તથા સોશિયલ સાયન્સ એક્સપર્ટ પણ હાજર રહ્યા હતા અને તેમણે હેરિટેજ સંરક્ષણના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
હેરિટેજ મકાનોના માલિકો સાથે સતત સંવાદ જળવાઈ રહે તેમજ તેમના પ્રશ્નોનું અસરકારક નિરાકરણ થઈ શકે તે હેતુથી AWHCT દ્વારા દર મહિને એક રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કમ્યુનિટી કન્સલ્ટેશન કાર્યક્રમો યોજવામાં આવશે. આ પહેલ દ્વારા વધુમાં વધુ હેરિટેજ મકાનોની જાળવણી, સંરક્ષણ અને પુનઃસ્થાપનને પ્રોત્સાહન મળી રહેશે.

