અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ “જંબૂદ્વીપે ભારતવર્ષે : હિસ્ટ્રી બિયૉન્ડ હિસ્ટ્રી” વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા લેખક અને સંશોધક શ્રી નિલેશ ઓક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પેનલિસ્ટ્સ સાથે પ્રશ્નોત્તરી આધારિત ચર્ચા યોજાઈ હતી. હનુમાન અને ‘વાનર’ શબ્દના અર્થઘટન, જંબુદ્વીપ, પ્રાચીન સંસ્કૃતિઓ, ખગોળશાસ્ત્ર, ભારતીય શાસ્ત્રો, પ્રાચીન માપન પદ્ધતિઓ, પુરાતત્ત્વ અને આર્ય આક્રમણના સિદ્ધાંત સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય પ્રાચીન સંસ્કૃતિની સાથે ગ્રીક અને ઇજિપ્તીયન જેવી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

જાહેરાતAdvertisement

શ્રી નિલેશ ઓકે પોતાના સંશોધન અને દૃષ્ટિકોણના આધારે પ્રાચીન ઇતિહાસને સમજવામાં ખગોળશાસ્ત્ર, વંશાવળી, સમુદ્રવિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોના પુરાવાઓના મહત્વ અંગે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરીનું સત્ર યોજાયું હતું, જેના કારણે કાર્યક્રમ વધુ સંવાદાત્મક અને રસપ્રદ બન્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, ઇતિહાસપ્રેમીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના નાગરિકો સહિત અનેક વયજૂથોના રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભારતના પ્રાચીન ઇતિહાસ, જ્ઞાનપરંપરા તેમજ વિશ્વની વિવિધ પ્રાચીન સંસ્કૃતિઓ અંગે ચર્ચા અને સંવાદ માટે એક મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.