“સેવાનો સંકલ્પ જ્યારે સંસ્કારો સાથે જોડાય છે, ત્યારે એક નાનકડો પ્રયાસ પણ અનેક પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે”.
આ ભાવનાને સાકાર કરતાં સીતાવન ગીર ગૌશાળા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો વિશેષ સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના વીંઝોલ ખાતે આવતીકાલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે*
દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ તથા તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે.
ગૌશાળાના વિવિધ સેવાકાર્યોના સંકલન અને સંચાલનમાં શ્રી વૈભવભાઈ પટેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
તાજેતરમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌશાળા દ્વારા ગૌસેવાને માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક ભાવના પૂરતી મર્યાદિત ન રાખીને તેને સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગૌદાન પાછળનો વિશેષ હેતુ
આ પહેલનો ઉદ્દેશ માત્ર ગૌમાતાનું દાન કરવાનો નથી. ગૌસેવા સાથે આદિવાસી, બીપીએલ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બને તે આ પહેલનો મુખ્ય હેતુ છે.
આ માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુજરાતના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં જઈને સંભવિત લાભાર્થી પરિવારો સાથે સંપર્ક કર્યો હતો.
લાભાર્થી મહિલાઓની પસંદગી દરમિયાન તેમના પરિવારની આર્થિક સ્થિતિ, જરૂરિયાત, પશુપાલન માટે ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ ગૌમાતાની યોગ્ય સંભાળ રાખવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
સ્વસ્થ ગીર ગૌમાતાની પસંદગી માટે વિશેષ પ્રક્રિયા
બીજી તરફ, ગૌશાળા દ્વારા ગૌમાતાની પસંદગી માટે પણ વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ જઈને ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ, દૂધ આપવાની ક્ષમતા તથા સમગ્ર પશુ આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
યોગ્ય ગૌમાતાની પસંદગી બાદ જરૂરી પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ તથા સંબંધિત દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે દરેક લાભાર્થી પરિવારને યોગ્ય, સ્વસ્થ અને સંભાળ માટે અનુકૂળ ગીર ગૌમાતા મળે.
ગૌમાતા સાથે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા જ નહીં, પરંતુ તેમની યોગ્ય સંભાળ માટે જરૂરી સહાય પણ આપવામાં આવશે. ગૌમાતા સાથે પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણની વિગતો તથા જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશેષરૂપે, ગૌમાતાને માત્ર કાર્યક્રમ સ્થળે સોંપવાને બદલે સન્માનપૂર્વક લાભાર્થીના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગૌદાન બાદ પણ ચાલુ રહેશે સહયોગ
સીતાવન ગીર ગૌશાળા પરિવારનો સેવાભાવ ગૌદાન સાથે પૂર્ણ થવાનો નથી. તમામ ૭૬ લાભાર્થી પરિવારોને સમયાંતરે પશુચિકિત્સકીય સહાય, ગૌમાતાના સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, પશુ આહાર તથા સંભાળ અંગે જરૂરી માહિતી તેમજ દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસ્થાપન અંગે સહયોગ આપવામાં આવશે.
સીતાવન ગીર ગૌશાળા પરિવારનો આ સેવાપ્રયાસ ગૌસેવાને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને ગ્રામ્ય વિકાસ સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ છે.

