​

​‘સેવા સંકલ્પ અભિયાન’ને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સફળ અને પરિણામલક્ષી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પક્ષના હોદ્દેદારો તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓએ ઉપસ્થિત રહી અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

​બેઠક દરમિયાન કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાઓ મુજબ અભિયાન હેઠળ યોજાનાર વિવિધ સેવાકીય કાર્યક્રમોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે પ્રજાલક્ષી કાર્યો અને સરકારી યોજનાઓના લાભો નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે સુચારુ આયોજન કરવા અને તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા કડક સૂચનાઓ આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં આવતીકાલે યોજાનાર વિશેષ ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, નાગરિકોની સુવિધા અને તમામ પ્રોટોકોલના અમલીકરણ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી આયોજનને અંતિમ ઓપ આપ્યો હતો.

​આ આયોજન બેઠકમાં ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, એડિશનલ કલેક્ટર શ્રી અમિત પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રીમતી નીલોફર શેખ સહિત જિલ્લા પ્રશાસનના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.