અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નારાયણા ગ્રુપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અમદાવાદ શહેરના ૭૦૦ જેટલા સફાઈ કર્મીઓ અને તેમના બાળકો માટે ટાગોર હોલ, પાલડી ખાતે “કારકિર્દી માર્ગદર્શન પરીસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું.
માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીની પ્રેરણા અને માર્ગદર્શન એ હતું કે, NEP- 2020માં કરેલ જોગવાઇ મુજબ દરેક બાળકોને શીખવાની ખાસ તકો મળવી જોઈએ, ગિફ્ટેડ ચાઈલ્ડ એટલે કે પ્રતિભાશાળી બાળકોને કે જેઓ તેમની ઉંમર કરતાં માનસિક ઉંમર વધારે ધરાવે છે તેમને શીખવા માટેની વિશિષ્ટ તકો મળી રહે, અનુભવ પુરા પાડવામાં આવે જેથી સમાજને પ્રતિભા સંપન્ન બાળકો મળે. વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની માંગ અનુસારનું સ્કીલ એજ્યુકેશન મળવું જોઈએ. AI અને ટેકનોલોજીના આ યુગમાં હવે પછીના 20 વર્ષમાં કેવા પ્રકારનું શિક્ષણ બાળકોને મળશે અને તે માટે તેમના વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સામાન્ય રીતે ઓછું શિક્ષણ ધરાવતા સફાઈ કર્મીઓના બાળકોને ખાસ માર્ગદર્શનનો લાભ મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞશ્રી તુષારભાઈ પારેખને માનદ્ સેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે નારાયણા ગ્રુપના ઝોનલ ડાયરેક્ટર શ્રી તુષારભાઈ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોટીવેશન મળે તે માટે સફળ વ્યક્તિઓના જીવનના ખાસ પ્રસંગો ટાંકતા વિડીયો સાથેનો સુંદર પરીસંવાદ કરવામાં આવ્યો. ઘરમાં અભ્યાસ માટેનું ઉત્તમ વાતાવરણ આપવું, વિદ્યાર્થીઓની શક્તિઓને સમજીને તેને અનુરૂપ તકો પૂરી પાડવી, તેની નાની-નાની સિદ્ધિઓને બિરદાવવી, પોતાના બાળકને કોઈ અન્યના બાળક સાથે ન સરખાવીને તે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ માટે તેને પ્રોત્સાહિત કરવો, સાતત્યપૂર્ણ મહેનત, તૈયારી, ચિંતન, મનન અને શિક્ષકશ્રીઓ સાથે સતત પરામર્શન કરવાની ટીપ્સ આપવામાં આવી. વાંચન કર્યા પછી તેને અનુરૂપ પોતાની નોંધ તૈયાર કરવી, તે જ નોંધને સમયાંતરે વાગોળવી અને આગવી શૈલીથી વિશિષ્ટ લેખન અભિવ્યક્તિથી તેને રજૂ કરવાની પણ ટીપ્સ આપવામાં આવી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પરિસંવાદના અંતમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓએ તજજ્ઞશ્રી સાથે કારકિર્દી સંદર્ભમાં સુંદર પ્રશ્નોત્તરી કરીને તેનું યોગ્ય માર્ગદર્શન મેળવ્યું. સૌ સફાઈ કર્મીઓએ “સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન પરિસંવાદ” થકી તેમના બાળકોને તેમના જીવનમાં ખૂબ ઉપયોગી એવી માહિતી મળતાં જણાવ્યું કે તેઓ ક્યારે પણ નહીં જાણતા હોય તેવી ખૂબ બધી બાબતો તેમના ધ્યાનમાં આજે આવી અને આ બધી બાબતો તેમના બાળકોના જીવનમાં આગળ વધવા માટે ખૂબ ઉપયોગી નિવડશે. વાલીઓએ પોતાની પ્રતિક્રિયામાં વિશેષ એ પણ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે બજેટ જોગવાઈ કરીને લેવામાં આવેલ “એલ્યુમની લીડ સ્કીમ” પણ તેમના બાળકોના હાયર એજ્યુકેશન માટે આશીર્વાદ સમાન છે. સાથે સાથે આજે તેઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શિક્ષણ વિભાગ અંતર્ગતની તેમના બાળકોને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે તેવી ઘણી બધી યોજનાઓની માહિતી મળવા બદલ સૌ સફાઇ કર્મીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો.

