શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ તથા નિઃશુલ્ક ‘મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જેમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો દ્વારા મેડિકલ ચેક-અપ, બાળરોગ નિષ્ણાતોની સેવાઓ, લેબોરેટરી તપાસ, સ્ત્રીરોગ નિદાન તથા સારવાર, થેલેસેમિયા મેજર-માઈનોર અંગેની તપાસ તેમજ સર્જન અને ચામડીના રોગોના તજ્જ્ઞો દ્વારા નિદાન અને સારવાર ઉપરાંત આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા સારવારનો સમાવેશ થાય છે. વધુમાં, સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટેની રસીકરણ સેવા તેમજ ટીબીની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીએ સમાજના દરેક વર્ગ સુધી સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચે તથા નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં આવા સેવાકીય આયોજનો પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર, હેલ્થ સેન્ટરના તબીબો, અધિકારીઓ-હોદ્દેદારો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.