થરા નગરપાલિકા ની ચૂંટણી જાહેર થતા જ નગરપાલિકા કબજે કરવા ભાજપ કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકરો સક્રિય બન્યા છે થરા નગરપાલિકામાં ગત ટીમ માં કુલ 24 માંથી 20 બેઠકો ભાજપે કબજે કરી સત્તા મેળવી હતી અને કોંગ્રેસ ફક્ત 4 બેઠકો ઉપર વિજય બન્યું હતું પરંતુ ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રહેલા કમલેશભાઈ શાહ ગુરુવારે નરેન્દ્ર મોદીના જન્મદિને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિહ વાઘેલા હસ્તે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ,વેપારી અગ્રણી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી ના પુત્ર હર્ષદભાઈ શાહ ,apmc ના વાઇસ ચેરમેન કિરીટભાઇ ઠક્કર ની હાજરીમાં ભાજપમાં જોડાતા રાજકીય હાલ ચલ જોવા મળી હતી
આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપ માં જોડાયેલ કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે હું આજે

નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિને સેવા અને વિકાસની રાજનીતિમાં જોડાયો છું દેશના વિકાસમાં હું પણ જોડાઈ ને ખુશી અનુભવું છું .

