શ્રી હર્ષ સંઘવીએ ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું સન્માન કર્યું, ગંગા સ્વરૂપા માતાઓએ ઓવારણા લઈ વડાપ્રધાનશ્રીના સેવાકાર્યોને વધાવ્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની ૨૫ વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ચિલોડા ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ‘વડનગર થી વારાણસી બાઇક રેલી’ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અનાજની કીટ કોઈ સામાન્ય ભેટ નથી, પરંતુ સમાજની ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતી સેવા યાત્રાનું એક પવિત્ર અંગ છે.
શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની સરાહના કરતા કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કાચા મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા લાખો ગરીબ પરિવારોને પાકી છત આપીને ગૌરવભેર જીવવાનો અધિકાર અપાયો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ ની સહાય, ખેતરો સુધી સિંચાઈનું પાણી અને ઘરોમાં ૨૪ કલાક અવિરત વીજળી પહોંચાડી ખેડૂતોનું સન્માન વધાર્યું છે. દેશની કરોડો મહિલાઓને ખુલ્લામાં શૌચની મજબૂરીમાંથી મુક્તિ અપાવી 'ઇજ્જત ઘર' દ્વારા સાચું સન્માન પૂરું પાડવામાં આવ્યું છે.
બાઇક રેલીની વિશેષતાઓ વર્ણવતા તેમણે જણાવ્યું કે, ગુજરાતના યુવાનો પ્રધાનમંત્રીશ્રીની જન્મભૂમિ વડનગરથી કર્મભૂમિ વારાણસી સુધી ગામે-ગામ સેવાનો સંદેશ લઈને નીકળ્યા છે. આ યુવાનો પ્રતિદિન ૧૦ જૂથોમાં વિભાજિત થઈ આશરે ૫૦ ગામોની મુલાકાત લેશે; જ્યાં સ્વચ્છતા અભિયાન, ગૌસેવા, વડીલોના ખબરઅંતર પૂછવા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે તે સુનિશ્ચિત કરશે. કોઈ લોકપ્રિય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આટલી વિશાળ સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા પ્રત્યક્ષ સેવા કાર્યો કરવા નીકળ્યા હોય તેવો આ દેશ અને દુનિયાનો પ્રથમ ઐતિહાસિક દાખલો છે.
આ પ્રસંગે ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાનશ્રીના સેવાકાર્યોને વધાવ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

