ઉત્સવની બચતનો ‘રિદ્ધિ-સિદ્ધિ સગર્ભા યોજના'માં ઉપયોગ, અત્યાર સુધીમાં આશરે ૧૫ હજાર સગર્ભાઓને ₹૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

રાજ્યમાં અનેરા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આયોજિત ગણેશ પંડાલની મુલાકાત લઈ, નાગરિકોનાં સુખ-સમૃદ્ધિ માટે ગણેશજી પાસે પ્રાર્થના કરી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે બંને મહાનુભાવોએ ભગવાન ગણેશજીની મહાઆરતી કરી, ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 'વસ્ત્રાપુરના મહાગણપતિ' નામે છેલ્લાં ૪૧ વર્ષથી વર્ષોથી વસ્ત્રાપુર તળાવ પાસે યોજાતો ગણેશ ઉત્સવ દર વર્ષે તેની આગવી થીમ અને સજાવટ તથા શ્રીજીનાં આકર્ષક વાઘા અને સ્થાપનના લીધે શહેરીજનોને બાપ્પાનાં દર્શન માટે આકર્ષે છે.

આ વર્ષે ગણેશ પંડાલને કાશી ઘાટની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીની ૮ ફૂટની માટીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

આ અંગે આયોજકોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઉત્સવમાંથી જે રકમ બચે છે, તેનો ઉપયોગ ‘રિદ્ધિ-સિદ્ધિ સગર્ભા યોજના'માં કરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ પૌષ્ટિક કિટ સગર્ભા બહેનો સુધી પહોંચાડવામાં આવી છે અને આ સેવા પાછળ આશરે ₹૧ કરોડથી વધુ રકમ વપરાઈ છે.

જાહેરાતAdvertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત 'વસ્ત્રાપુરના મહાગણપતિ'ની મુલાકાત લઈને શ્રી ગણેશનાં દર્શન કર્યાં હતાં તથા ગણેશપંડાલની થીમને બિરદાવી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ, કોર્પોરેશન વોટર કમિટીના ચેરમેન શ્રી ધરમશી દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.