ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો પર વધી રહેલી ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કામગીરીનો મુદ્દો હવે ઉગ્ર બની રહ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ મિતેશ ભટ્ટ એ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને સરકારની વર્તમાન વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

મહાસંઘનો સવાલ છે કે શિક્ષકનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે કે પછી અલગ-અલગ સરકારી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાનું?

જાહેરાતAdvertisement

GSEB Board Portal, Digital Gujarat, Namo Lakshmi, Namo Saraswati, UDISE+, SwiftChat/VSK, SEB, ખેલ મહાકુંભ, SQAAF, Payroll સહિત 18થી વધુ પ્રકારની ઓનલાઈન કામગીરી શિક્ષકો અને આચાર્યો પર હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં સૌથી ચોંકાવનારો આંકડો પણ આપવામાં આવ્યો છે.

ધોરણ 9થી 12ના ચાર વર્ગ અને 240 વિદ્યાર્થીઓ ધરાવતી એક શાળામાં આવી કામગીરી પાછળ વાર્ષિક 64,605 મિનિટ એટલે કે 1,076 કલાકનો સમય ખર્ચાતો હોવાનો મહાસંઘનો અંદાજ છે. આ સમય આશરે 135 આઠ કલાકના કાર્યદિવસ જેટલો થાય છે.

❗ ક્લાર્કની જગ્યાઓ ખાલી, બોજ શિક્ષકોના માથે?

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

મહાસંઘે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્કની નિયમિત ભરતી ન થવાના કારણે વહીવટી કામગીરીનો બોજ પણ આચાર્યો અને શિક્ષકો પર આવી રહ્યો છે.

એક તરફ શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાતો થાય છે, તો બીજી તરફ શિક્ષકોનો સમય ડેટા એન્ટ્રી, વેરિફિકેશન, અપલોડિંગ અને અલગ-અલગ પોર્ટલની કામગીરીમાં વપરાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મહાસંઘે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે એક જ વિદ્યાર્થી કે શાળાની માહિતી વારંવાર અલગ-અલગ પોર્ટલ પર ભરાવવાની વ્યવસ્થા કેટલા અંશે જરૂરી છે? તેમના મતે આનાથી ડુપ્લિકેટ કામગીરી અને સમયનો વ્યય થાય છે.

⚠️ સરકાર સામે સીધી માંગ

મહાસંઘે ખાલી ક્લાર્કની જગ્યાઓ ભરવા, જરૂરિયાત મુજબ ક્લાર્કનું મહેકમ વધારવા, શિક્ષકોને બિન-શૈક્ષણિક ઓનલાઈન કામગીરીમાંથી મહત્તમ મુક્ત કરવા અને **‘One Data – One Platform’**ની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે.

નવી ઓનલાઈન કામગીરી શરૂ કરતા પહેલાં શિક્ષકોના સમય પર તેની કેટલી અસર પડશે તેનું Time & Work Impact Assessment કરવાની પણ માંગ કરવામાં આવી છે.

મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ ડિજિટલ વ્યવસ્થાનો વિરોધ કરવાનો નથી. રજૂઆત મુજબ ટેકનોલોજી એવી હોવી જોઈએ કે શિક્ષકનો વહીવટી સમય ઘટે અને વિદ્યાર્થીઓ માટેનો શૈક્ષણિક સમય વધે.

અને અંતે મહાસંઘે ચેતવણી આપી છે કે જો આ રજૂઆત બાદ ચોક્કસ પરિણામ નહીં મળે તો 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠકમાં આગળના કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે.

સવાલ હવે એ છે—શિક્ષકને શિક્ષણ માટે સમય મળશે કે સરકારી પોર્ટલોની કામગીરીમાં જ સમય પસાર થતો રહેશે?