વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરી સંચાલિત એમ.ડી. પટેલ લૉ કોલેજ તથા ડી.એલ. પટેલ સાયન્સ કોલેજ દ્વારા "વિજ્ઞાનથી ન્યાયના પંથ સુધી" થીમ આધારિત વેલકમ ફંક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના આરંભ અધ્યક્ષ તરીકે ડૉ. ડી.એલ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ.કમલ મોઢ સાહેબશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

જાહેરાતAdvertisement

કાર્યક્રમમાં પ્રિ. ડૉ. જગદીશભાઈ પ્રજાપતિ, પ્રિ. ડૉ. રાજેશ વ્યાસ, અતિથિ વિશેષ તરીકે શ્રી એમ.ડી. પટેલ સાહેબ તથા પ્રિ. ડૉ. કે. એલ. પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને કાયદા ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે પ્રેરિત કર્યા હતા.

નવનિયુક્ત તેમજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રેરણાત્મક પ્રવચનો અને મનોરંજક કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયું હતું.

કાર્યક્રમના નિમંત્રક તરીકે ડૉ. સૌરભ આર. ભટ્ટે તથા શ્રી હર્ષદભાઈ જે. ત્રિવેદી આયોજનની સંપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રાધ્યાપકગણ, કર્મચારીવૃંદ તથા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

અંતે આભારવિધિ BS.c કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંક મોદી દ્વારા કરવામાં આવી તે સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.