ધી સાબરકાંઠા નાગરિક સહકારી શરાફી મંડળી લિમિટેડ નો રજત જયંતિ મહોત્સવ યોજાયો મંડળીને 25 વર્ષ પૂર્ણ થતા હિંમતનગર શહેરમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મંડળીને 25 વર્ષ નો સ્મૃતિગ્રંથ રૂપે સોવીનિયર અંક નું વિમોચન કરવા મા આવ્યું. મંડળીના ચેરમેન શ્રી હીરાભાઈ પ્રજાપતિએ મંડળી વિશેની વિસ્તૃત માહિતી આપેલ આ મંડળીમાં અંદાજીત 1000 સભાસદો છે. મંડળી ના વાઇસ ચેરમેન્સ અશોકભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવીણભાઈ પી રાવલ કન્વીનર જગદીશભાઈ મોદી ડિરેક્ટર શ્રી મિતેશભાઈ શાહ પિયુષભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ પંડ્યા, સંજયભાઈ સોની, જ્યંતિભાઈ પટેલ, અરુણાબેન પ્રજાપતિ તથા અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ જે શાહ તથા સહકાર ક્ષેત્રે અનુભવ ધરાવતા સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી રાજુભાઈ અમીને સહકાર વિશેની વિસ્તૃત માહિતી આપેલ તેમને જણાવેલ કે બેંકો આરબીઆઈના નિયમ મુજબ ચાલે છે જ્યારે શરાફી મંડળીઓ જિલ્લા રજીસ્ટર ના નિયમ મુજબ ચાલે છે જેની વિસ્તૃત માહિતી આપેલ આ પ્રસંગે પૂર્વ ડિરેક્ટર તથા એડવોકેટ શ્રી ગીરીશભાઈ ભાવસાર ડોક્ટર મહેન્દ્રભાઈ સોની એ આવનારા દિવસોમાં આ મંડળી બેંકના રૂપમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી 25 વર્ષ પૂર્ણ થતા સભાસદોને મંડળી દ્વારા સુંદર બ્લેન્કેટ ની ગિફ્ટ આપવામાં આવેલ.. આ કાર્યક્રમ મા સર્વે દાતા તથા આમંત્રિત મહેમાનો નો ડિરેક્ટર શ્રીમતી નિર્મલાબેન પંચાલે આભાર માન્યો હતો.
સાબરકાંઠા નાગરિક સહકારી શરાફી મંડળીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો
R
RAHUL BHATT -HIMATNAGAR 
