ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુનું વડોદરા એરપોર્ટ પર આગમન થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીંથી કેવડિયા જવા માટે રવાના થયા હતા

વડોદરા એરપોર્ટ ખાતે રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રી પ્રફુલ ભાઈ પાનસેરીયા, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, મેજર જનરલ મોહિત ગાંધી અને કલેક્ટર ડો. અનિલ ધામેલીયા દ્વારા રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.