રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘બાઇક રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે એક મેગા ‘બાઇક રેલી’ યોજાશે.

આ અંગે વધુ વિગતો આપતા ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતીશ પટેલે જણાવ્યું હતું કે, બાઇક રેલી ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકે ટાઉનહોલ નજીકના હેલીપેડ/એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરશે. જે શહેરના ચ-૦, રક્ષાશક્તિ, રિલાયન્સ ચોકડી, ઇન્ફોસિટી સહિતના આશરે ૧૫ થી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં પરિભ્રમણ કરીને માર્ગ સલામતીનો પ્રેરક સંદેશ આપ્યા બાદ નિર્ધારિત સ્થળે સંપન્ન થશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ, ગતિમર્યાદાનું પાલન, ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગ ટાળવા જેવા અગત્યના ટ્રાફિક નિયમો અંગે વ્યાપક જાગૃતિ લાવવાનો છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

રોડ સેફ્ટી કમિશનર શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, માર્ગ સલામતીનો સંદેશ આપતી આ મેગા બાઇક રેલીમાં અંદાજે ૫૦૦થી વધુ બાઇકર્સ ઉત્સાહભેર જોડાશે. જેમાં ગાંધીનગર પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ્સ, SRP જવાનો, વન વિભાગ અને ફાયર બ્રિગેડના સ્ટાફ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કૉલેજના યુવાનો ભાગ લેશે. રેલીમાં તમામ રાઇડર્સ ફરજિયાત હેલ્મેટ પહેરીને શિસ્તબદ્ધ રીતે ભાગ લેશે અને નાગરિકો સમક્ષ સુરક્ષિત ડ્રાઇવિંગનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડશે.