અમદાવાદમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મ્યુનિસિપલ શાળાના બાળકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરપશ્ચિમ ઝોનની મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના કુલ 1280 વિદ્યાર્થીઓને આ મુલાકાત કરાવવામાં આવી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આઠ દિવસ દરમિયાન કુલ 32 AMTS બસો મારફતે વિદ્યાર્થીઓને ચાર મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી.
સૌપ્રથમ વિદ્યાર્થીઓને વોર્ડ મસ્ટર સ્ટેશન ખાતે સ્વચ્છતાનું મહત્વ અને કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા.
ત્યારબાદ ચાણક્યપુરી RTS સેન્ટર ખાતે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન બાદ કચરાનું કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓએ પીરાણા ખાતે આવેલા જિંદાલ વેસ્ટ એનર્જી પ્લાન્ટની પણ મુલાકાત લીધી. અહીં કચરામાંથી સ્ટીમ પ્રક્રિયા અને ટર્બાઇનની મદદથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.

સાથે જ CND પ્લાન્ટ ખાતે બાંધકામના કચરાને પ્રોસેસ કરીને રેત, કાંકરી સહિતની સામગ્રી અલગ કરવાની અને તેમાંથી નવી પ્રોડક્ટ બનાવવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી.
ચાણક્યપુરી RTS સેન્ટર ખાતે AMCના હેલ્થ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી.
આ સમગ્ર મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, કચરાનું યોગ્ય વર્ગીકરણ, પુનઃઉપયોગ અને જવાબદાર નાગરિક બનવા અંગે જાગૃતિ કેળવવાનો છે.

